અલ્પેશ ઠાકોર લડશે ચૂંટણી, ભાજપે છેલ્લી ઘડીએ અલ્પેશ ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા

ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (19:31 IST)
ગાંધીનગર મનપા ચૂંટણીનો રંગ હવે ઘાટ્ટો જોવા મળી રહ્યો છે. ભાજપે છેલ્લી ઘડીએ અલ્પેશ ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ગાંધીનગરમાં 38000થી વધુ ઠાકોર સમાજના વોટને આકર્ષવાનો આ કીમિયો કેટલો કામ કરે છે એ તો સમય જ બતાવશે. જો કે આ મતોને લઈને અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ’12 કલાક અમારા માટે કાફી છે.’ આ વખત ગાંધીનગર મનપા ચૂંટણીમાં ગામડાઓ ઉમેરાયા છે. ત્યારે ગામડાના વોટ માટેની આ મથામણ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્રીજી તારીકે મતદાન થવાનું છે અને પાંચમી ઓકટોબરના રોજ પરિણામ આવવાનું છે. ત્યારે જુઓ અલ્પેશ ઠાકોરે તેમની સ્ટ્રેટજીને લઈને શું કહી વાત.
 
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં 38000 થી વધુ વોટ ઠાકોર સમાજના છે.ભાજપનો આ નિર્ણય પાર્ટી માટે ફાયદાકારક પણ સાબિત થઇ શકે છે. અહેવાલો અનુસાર હાલમાં આ સમાજ કોંગ્રેસને વોટ કરે છે. ત્યારે જોવું રહ્યું કે અલ્પેશ ઠાકોરથી આ વોટ પર કેટલો પ્રભાવ પડે છે. 
 
આજથી 24 કલાક માટે અલ્પેશ ઠાકોરે પોતાની ઠાકોર સેના સાથે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. માહિતી અનુસાર માઇનસ વોર્ડમાં તેઓ બેઠકો કરશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર