ભૂજમાં શૂટિંગ માટે આવેલા અજય દેવગનને વિરોધ સહન કરવો પડ્યો

મંગળવાર, 30 જુલાઈ 2019 (12:32 IST)
ભૂજમાં શુટિંગ કરવા આવેલા સુપરસ્ટાર અજય દેવગન સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા છે. ફિલ્મ અભિનેતા અજય દેવગનનો કચ્છમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. માંડવીના જાણીતા નગનાથ મહાદેવ મંદિરમાં સુપરસ્ટાર અજય દેવગને બરમુડો પહેરી મંદિરમાં દર્શન કર્યા હતા, જેના કારણે લોકોના વિરોધનું ભોગ બનવું પડ્યું હતું. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભારત પાકિસ્તાનને લઇને સુપરસ્ટાર અજય દેવગન ‘ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ના નામે એક ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે અજય દેવગન છે. ત્યારે આ ફિલ્મના શુટિંગ માટે ફિલ્મની ટીમ ભૂજ પહોંચી છે. અજય દેવગન 25 જુલાઈથી કચ્છમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે, ત્યારે કચ્છના માંડવીમાં આવેલા નગનાથ મહાદેવ મંદિરે ફિલ્મસ્ટાર અજય દેવગને બરમૂડો પહેરીને મંદિરમાં પુજા કરી હતી. જેના કારણે સ્થાનિક લોકો રિશે ભરાયા હતા, અને તેમણે અજય દેવગણનો વિરોધ કર્યો હતો. લોકોની અજય દેવગનની આ હરકતથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો મત વ્યક્ત કર્યો હતો. અનેક શિવભક્તોએ તેની ટીકા કરી હતી 1971ના યુદ્ધ પર ભારત અને પાકિસ્તાનને લઇને એક ફિલ્મ બની રહી છે. આ ફિલ્મમાં મધપારની વિરંગનાઓ દ્વારા દર્શાવેલા સાહસનો સમાવેશ કરાયો છે. આ ફિલ્મની શૂટિંગ 25 તારીખથી અજય દેવગણ કચ્છમાં કરી રહ્યા છે. આ ફિલ્મનું નામ ‘ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ આપ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર