ગુજરાતમાં AIIMS ની સ્થળ પસંદગી કેન્દ્ર સરકાર કરશે : નીતિનભાઇ પટેલ

ગુરુવાર, 22 માર્ચ 2018 (17:05 IST)
વર્તમાન સરકારે ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ ને પોતાનો વિકાસ મંત્ર બનાવ્યો છે. અમારી રાજ્યના તમામ તાલુકા, સમાજ અને વિસ્તારનો સરખો વિકાસ કરવા કટિબદ્ધ છીએ. ગુજરાતમાં એક AIIMS બનાવવા માટે કેન્દ્ર સરકારે પ્રાથમિક તબક્કે રાજકોટ અને વડોદરા એમ બે સ્થળોની પસંદગી કરવામાં આવી છે જ્યારે આ બંનેમાંથી કયા એક સ્થળની પસંદગી કરવી તે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. આ AIIMS માટે કેન્દ્રીય નાણામંત્રીએ ૨૦૧૭-૧૮ના બજેટમાં જાહેરાત કરી હતી

તેમ વિધાનસભા ગૃહમાં ગુજરાતમાં AIIMS શરૂ કરવા અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું. AIIMS ને ભૌગોલિકવાદનો વિવાદ ન બનાવાનો અનુરોધ કરતાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, AIIMS ની તબીબી સેવાઓનો લાભ મળે તે આપણા માટે મહત્વનું છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા નક્કી કરેલા માપદંડો ગુજરાત ધરાવે છે, જેના પરિણામે ગુજરાતની AIIMS માટે પસંદગી કરવામાં આવી છે તેમ ધારાસભ્ય દ્વારા AIIMS અંગે પૂછાયેલા પુરક પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે ઉમેર્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર