અમદાવાદની મહિલાને ઈન્સ્ટાગ્રામ પર અજાણી મહિલાના IDથી વીડિયો કોલ આવ્યો, કોલ રિસીવ કરતા જ ન્યૂડ વીડિયો શરૂ થયો

શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (15:01 IST)
આજના સમયમાં સોશિયલ મીડિયાના વધી રહેલા ઉપયોગની સાથે તેમાં ગુનાખોરી પણ વધી રહી છે. હાલમાં જ અમદાવાદમાં એક પરિણીતાને ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા ઈસમ દ્વારા ન્યૂડ વીડિયો કોલિંગ તેમજ બિભત્સ મેસેજો મોકલીને પરેશાન કરાતી હતી. જે બાદ આ વ્યક્તિ વિરુદ્ધ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.

ઘટનાની વિગતો મુજબ, ચાંદખેડા વિસ્તારમાં રહેતી નિલમ (નામ બદલ્યું છે) નામની પરિણીતા ખાખરા બનાવવાનો ગૃહઉદ્યોગ ચલાવે છે. નિલમ બેન વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવે છે. જોકે 24 ડિસેમ્બરના રોજ તેમને ઈન્સ્ટાગ્રામ પર એક મહિલાના અજાણ્યા ID પરથી રાત્રે 10 વાગ્યે વીડિયો કોલ આવ્યો હતો. આ કોલ રિસીવ કરતા જ સામેથી ન્યૂડ વીડિયો કોલિંગ ચાલુ થઈ ગયું હતું. જોકે અચાનક ગભરાઈ ગયેલા નિલમ બેને તરત જ ફોન કાપી નાખ્યો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ નિલમ બેને તેમના પતિને કરતા તેમણે ફરીથી આ મહિલાના ID પર વીડિયો કોલ કર્યો હતો. જોકે સામેની વ્યક્તિએ પોતાનો ચહેરો નહોતો દેખાવા દીધો. જેથી આ સમગ્ર મામલે તેમણે વીડિયો કોલિંગ કરનારીને તેમને હેરાન કરનારા અજાણ્યા ઈસમ સામે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર