Aisha Suicide Case - કોર્ટે આઈશાના પતિને 10 વર્ષની સજા જાહેર કરી, આત્મહત્યાનો વીડિયો બન્યો મહત્વનો પુરાવો

ગુરુવાર, 28 એપ્રિલ 2022 (15:12 IST)
અમદાવાદના આઈશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી છે. 25 ફેબ્રુઆરી 2021ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પાસે આઈશાએ પતિના ત્રાસના કારણે મોત વ્હાલું કર્યાં પહેલા વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
 
સેશન્સ કોર્ટે ચુકાદામાં વાઇરલ વીડિયો અને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફિકને મહત્વનો પુરાવો ગણ્યો છે. કોર્ટે કહ્યું કે, સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને છોડી ન શકાય. તેની સાથે સાથે કોર્ટે આઈશાનો ગર્ભપાત થયો હોવાની પણ કોર્ટે નોંધ લીધી છે. તેમજ ઘરેલુ હિંસાનો ભોગ બનેલી યુવતીની આત્મહત્યાને દુઃખદ ગણાવી હતી.
 
"એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે" આ શબ્દો બોલી અને પતિના ત્રાસ છતાં તેના વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં હસતાં દર્દ છુપાવતો વીડિયો બનાવી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલાં તેણે પતિને ફોન કર્યો હતો અને મરી જવાની વાત કરી હતી. જિંદગીના અંત પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર