Navratri 2025 guidelines નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસની ગાઈડલાઈન

સોમવાર, 22 સપ્ટેમ્બર 2025 (08:31 IST)
- અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રિ અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 
- હર્ષ સંઘવીએ કહ્યું મોડે સુધી ગરબા રમો, પોલીસે 12 વાગ્યા સુધીની આપી પરવાનગી:
- પારદર્શક કે અશ્લીલતા ઉજાગર થાય એવાં કપડાં પહેરી ગરબા રમવા પર પ્રતિબંધ મુકાયો છે

અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રિ અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  નવરાત્રી દરમિયાન ૧૧ હજારથી વધુ પોલીસ સ્ટાફ હાજર રહેશે. જેમાં ૧૫ ડીસીપી, ૩૦ એસીપી, ૧૬૦ પોલીસ ઇન્સ્પેક્ટર, પાંચ હજાર પોલીસ કર્મચારી અને ચાર હજાર હોમ ગાર્ડસ, એસઆરપીની ત્રણ કંપની, ૪૯ સી ટીમ અને ૧૫૩ જેટલી પીસીઆર વાનનો સ્ટાફનો સમાવેશ થાય છે. 
 
She Team ના નવરાત્રીમાં ખાનગી કપડામાં અલગ અલગ સ્થળો પર વોચ રાખીને એન્ટી રોમિયો સ્ક્વોડ તરીકે પણ કામગીરી કરાશે.  તેમજ ટ્રાફિક પોલીસને કાળા કાચ વાળી કારના ચાલકો વિરૂદ્ધ વાહન જપ્ત કરવા સુધીની તેમજ રેસ લગાવતા વાહનોના ચાલકો  સામે ગુનો નોંધવા માટે તાકીદ કરાઇ છે.

- પોલીસે 12 વાગ્યા સુધીની આપી પરવાનગી:
- હોટલ  અને ફાર્મ હાઉસમા પણ સરપ્રાઇઝ ચેકિંગ થશે
- પારદર્શક કે અશ્લીલતા ઉજાગર થાય એવાં કપડાં પહેરી ગરબા રમવા પર પ્રતિબંધ મુકાયો છે
- ક્ષમતા કરતાં વધુ પાસ વેચી શકાશે નહીં. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર