અમદાવાદનાં પૂર્વ મેયર બીજલ પટેલે કહ્યું, ચૂંટણીની તારીખ ભાજપ સંગઠન નક્કી કરે છે

સોમવાર, 11 જાન્યુઆરી 2021 (10:04 IST)
ભાજપના અમદાવાદ મીડિયા સેલની સોમવારે બેઠક હતી. આ બેઠક પૂરી થયા પછી પૂર્વ મેયર બીજલ પટેલે કહ્યું હતું કે ચૂંટણીની તારીખ તો ભાજપનું સંગઠન નક્કી કરે છે, એટલે એનો અર્થ એ થયો કે તારીખ ચૂંટણીપંચ નક્કી કરતું નથી. પૂર્વ મેયરે કહ્યું હતું કે મીડિયા સેલમાં આવવાથી એવું માની ન લેવું કે આપણી કોર્પોરેટર તરીકેની ટિકિટની દાવેદારી જશે. તેમના આવા નિવેદનથી ભાજપમાં એવી વાતે જોર પકડ્યું કે બહેને આવું કહીને તેમની દાવેદારી પાક્કી કરી નાખી. વિવાદાસ્પદ નિવેદન કરવા માટે જાણીતાં પૂર્વ મેયર બીજલ પટેલે વધુ એક વખત વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. ચૂંટણીપંચ ચૂંટણી ક્યારે કરવી, કઇ તારીખે મતગણતરી થશે સહિતની બાબતો નક્કી કરતું હોય છે, પણ પૂર્વ મેયરે ચૂંટણી તો ભાજપનું સંગઠન નક્કી કરે તેમ કહેતાં હાજર સૌકોઇ આશ્ચર્યચક્તિ થયા હતા. ભાજપના નેતાઓએ મેયરના નિવેદનને સુધારવા મથામણ કરી હતી. પૂર્વ મેયર બીજલ પટેલે ભાજપની મીડિયા સેલની બેઠક પૂરી થયા પછી હાજર કાર્યકરો-કોર્પોરેટરોને કહ્યું કે,મીડિયા સેલમાં આવવું જોઇએ. મીડિયા સેલમા આવીએ એટલે એવુ ન સમજવું કે આપણી દાવેદારી જતી રહેશે. આમ તેમણે આડકતરી રીતે ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી.

હંમેશા વિવાદોમાં રહેનાર પૂર્વ મેયર બિજલબેન પટેલે અમદાવાદ મીડિયા સેલની બેઠકમાં કહ્યું કે ચૂંટણીની તારીખ નક્કી કરવી, કોઇ તારીખ ચૂંટણી અને મતગણતરી કરવાની છે. આ બધી બાબતો પર નિર્ણય ભાજપ દ્વારા કરવામાં આવે છે. ચૂંટણી કમિશન ભાજપના ઇશારે કામ કરે છે. જોકે તેમના આ નિવેદન બાદ ભાજપના નેતાઓ મીડીયા સમક્ષ દબાવવાનો પ્રયત્ન કર્યો. 
 
પૂર્વ મેયર બિજલબેન પટેલે કહ્યું કે ભાજપની મીડિયા સેલની બેઠકમાં કહ્યું કે મીડિયા સેલમાં આવવું જોઇએ. મીડીયા સેલમાં આવતાં કોઇની દાવેદારી જતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવવાની છે. આ પહેલાં તમામ પાર્ટીઓએ કમર કસી લીધી છે. તમામ પાર્ટીઓમાં બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર