અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન જવાનો આ રસ્તો ત્રણ વર્ષ માટે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

બુધવાર, 11 સપ્ટેમ્બર 2024 (16:25 IST)
શહેરમાં કાલુપુર રેલવે સ્ટેશન પર નવિનીકરણ આગામી સમયમાં હાથ ધરાશે. ત્યારે શહેરમાં રોજ રેલવે સ્ટેશન તરફ અનેક લોકોની અવરજવર હોવાથી શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રેલ્વે સ્ટેશન જવા માટેનો એક રસ્તો 3 વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રસ્તો બંધ કર્યા બાદ તેનો વૈકલ્પિક માર્ગ પણ પોલીસ કમિશ્નર દ્વારા સૂચવવામાં આવ્યો છે. 
 
સામેની બાજુની લેનને વન-વે રોડમાં ફેરવવામાં આવશે
શહેર પોલીસ કમિશનર દ્વારા કાલુપુર ખાતે અમદાવાદ રેલ્વે સ્ટેશન તરફ જતો મુખ્ય માર્ગ 11 સપ્ટેમ્બર, 2024 થી 10 સપ્ટેમ્બર, 2027 સુધીના ત્રણ વર્ષના સમયગાળા માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નોટિફિકેશન અનુસાર, સારંગપુર સર્કલથી કાલુપુર રેલ્વે સ્ટેશન સુધીના 200-મીટરના રસ્તાની એક બાજુ વાહનવ્યવહાર માટે બંધ રહેશે, જ્યારે સામેની બાજુની લેનને વન-વે રોડમાં ફેરવવામાં આવશે. 
 
સારંગપુર સર્કલથી કાલુપુર રેલ્વે સ્ટેશન તથા કાલપુર તરફ જનાર ટ્રાફિક સારંગપુર સર્કલ થઈ સીધી બજાર થઈ પાંચકુવા થઈ જમણી બાજુ રેલ્વે સ્ટેશનની એન્ટ્રી ગેટ સુધી જઈ શકાશે. તેમજ કાલુપુર જનાર ટ્રાફિક મોતી મહેલ હોટલ વાળા રોડ તરફ જઈ શકશે.
 
કાલુપુરથી સારંગપુર, રાયપુર, કાંકરિયા અને ગીતા મંદિર માટે જનાર ટ્રાફિક કાલુપુર રેલ્વે સ્ટોશનથી સાંરગપુર સુધીનો એક બાજુનો રોજ ખુલ્લો મુકવામાં આવશે. જેમાં કાલુપુરથી સારંગપુર તરફ જઈ શકશે. આ એક તરફનો રોડ વન-વે તરીકે ચાલુ રહેશે.
 
કાલુપુર રેલ્વે સ્ટેશનનો જૂનો એન્ટ્રી ફાટક મુસાફરો માટે ખુલ્લો રહેશે. કાલુપુર રેલ્વે સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે એક ફૂટબ્રિજ અને નવો 30 ફૂટ રોડ બનાવવામાં આવી રહ્યો છે, જે પશ્ચિમ બાજુએ રેલવે સ્ટેશનથી બહાર નીકળવા ઈચ્છતા મુસાફરોને સુવિધા આપશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર