અમદાવાદમાં 35 દિવસમાં ચાર ભૂલકાઓ સાથે દુષ્કર્મથી ચકચાર

ગુરુવાર, 21 જૂન 2018 (12:58 IST)
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 35 દિવસમાં ચાર બાળકો દુષ્કર્મ થયેલ હાલતમાં આવતા ચકચાર મચી છે. સામાન્ય દિવસોમાં જ્યારે વર્ષે બે કે ત્રણ બાળકો સાથે દુષ્કર્મના કિસ્સાઓ બહાર આવતાં હોય છે. પરંતુ છેલ્લા એક મહિનામાં ચાર અલગ અલગ કિસ્સા આવતા બાળકોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 35 દિવસમાં ચાર-ચાર બાળકો દુષ્કર્મ પીડત આવતા હોસ્પિટલમાં ચકચાર છે, જ્યારે ડોક્ટર્સે પણ આવા કેસના અચાનક થયેલા વધારાથી ચિંતા વ્યકત કરી હતી.

સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોમાં ત્રણ બાળકો 7 થી 9 વર્ષની ઉમર ધરાવે છે, જ્યારે એક બાળકી માત્ર પાંચ વર્ષની છે.સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જન ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે છે છેલ્લા 35 દિવસોમાં અમે 4 બાળકોને ચાઈલ્ડ એબ્યુઝના કિસ્સામાં એકઝામિનેશન કર્યું છે. જેમાં ત્રણ બાળક અને એક બાળકીનો સમાવેશ થાય છે. ફરિયાદ બાદ પોલીસ દ્વારા પીડિત બાળકોને અમારી પાસે મોકલે છે, સામાન્ય રીતે વર્ષે એક કે બે કિસ્સાઓ પ્રકાસમાં આવતા હોય છે,

પરંતુ એક જ વર્ષમાં ચાર કિસ્સાથી અમને પણ આશ્ચર્ય થયું છે.પીડિયાટ્રિક સર્જન ડોક્ટર રાકેશ જોશીએ વધુમાં જણાવ્યું કે આ ગંભીર બાબત છે, બાળકોના વાલીઓએ જાગૃત થવાની સાથે ચેતવાની પણ જરૂર છે, સામાન્ય રીતે બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે, પરંતુ બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધના કૃત્યની ઘટના પણ ચિંતાજનક છે, આથી છોકરી સાથે છોકરાઓને પણ જાતીય જ્ઞાન આપવું જરૂરી છે. ખાસ કરીને સુરક્ષિત સ્પર્શ ની માહિતી આપવી જરૂરી છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર