દિલ્હીની હોસ્પિટલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતાં ખાસ ચાર્ટર પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. નિધન બાદ અહેમદ પટેલનો કોરોનાનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે જ દફનવિધિનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પહોચ્યા હતા.
– હાર્દિક પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી રહ્યા હાજર
– કોંગ્રસના દિગ્ગજ નેતાઓ પણ પિરામણ પહોંચ્યા
– રાહુલ ગાંધી દિલ્હીથી ચાર્ટડપ્લેન દ્વારા સુરત એરપોર્ટ આવી પહોંચ્યા.
– કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભરૂચથી અંકલેશ્વર ખાતે દફનવિધિમાં હાજરી આપશે.
– અહેમદ પટેલની માતા-પિતાની કબરની બાજુમાંજ કરાશે દફનવિધિ
– કોંગ્રસના નેતા અહમેદ પટેલનું ભરૂચના પીરામણ ખાતે કરાશે દફનવિધિ