ટીકિટ કપાયા બાદ ભાજપના ત્રણ નેતાઓ નવા જુની કરવાના મુડમા

શુક્રવાર, 11 નવેમ્બર 2022 (15:14 IST)
ગુજરાતની ચૂંટણીમાં આ વખતે જુના જોગીઓને ભાજપને સાચવ્યા પણ ખરા અને રસ્તો પણ બતાવી દીધો છે. ત્યારે કેટલાક એવા દબંગ નેતાઓને સાચવવામાં પણ આવ્યાં છે અને એક દબંગ નેતાની ટીકિટ કાપી નાંખવામાં આવી છે. આ સમયમાં ભાજપના ત્રણ એવા નેતાઓ છે જે કોઈપણ સમયે નવાજુની કરી શકે છે. જે ધારાસભ્યોના પત્તા કપાયા છે, તેવા ધારાસભ્યોમાં અને તેમના સમર્થકોમાં નિરાશા જોવા મળી છે. યાદી જાહેર થયા બાદ વડોદરા જિલ્લાની ત્રણ બેઠક પર ભાજપમાં બળવાના એંધાણ વર્તાય રહ્યા છે.

વડોદરાની વાઘોડિયા, પાદરા અને કરજણ બેઠક પર બળવાની સ્થિતિ દેખાઈ રહ્યા છે. વડોદરાની વાઘોડિયા સીટ પરથી દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની શરણાગતિ નહિ માની તેની સામે જિલ્લા પ્રમુખને ટિકિટ આપવામાં આવતા સમગ્ર મામલો દિવસભર ટોક ઓફ ધ ટાઉન બન્યા હતો. ત્યારે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે કે નહિ તે બાબતે તેઓએ કાર્યકરો જેમ કહેશે તેમ કરીશ તેવું કહ્યું હતું. ત્યારે મોડી સાંજે મધુ શ્રીવાસ્તવ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરતા સમગ્ર મામલો હવે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.વડોદરામાં દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા વાઘોડિયા મધુ શ્રીવાસ્તવ જેઓ અવાર નવાર તેઓની વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં આવતા હોય છે. જેઓને ટિકિટ ન આપી ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપતા મામલો ગરમાયો હતો. ત્યારે સાંજના સુમારે મહાદેવ તળાવ નજીક આવેલ મધુ શ્રીવાસ્તવની ઓફીસે બેઠક મળી હતી. જે બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી પાર્ટીએ કામ કર્યું પણ પાર્ટી એ મારી કદર ના કરી. આ નિર્ણય કાર્યકર્તાઓ સાથેની મીટીંગ બાદ લીધો છે. ત્યારે તેમણે પક્ષને ફેર વિચારણા કરવા કહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર