નોંધનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ ચેરમેન અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠી હતી. ત્યારે આ પેપરકાંડના બે મહિના બાદ અસિત વોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતુ.
પેપરલીક કૌભાંડ બાદ ખાસ કરીને પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ ઉઠયો હતો. આસિત વોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામુ આપ્યુ હતું. આ પહેલા પણ કેટલાંય બોર્ડ નિગમના ચેરમેનો પાસેથી રાજીનામા લઇ લેવાયા હતાં. પેપરલીક કૌભાંડના બે મહિના વિત્યા બાદ આસિત વોરાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનપદેથી રાજીનામુ આપ્યુ છે. અસિત વોરા ઉપરાંત અન્ય પાંચ બોર્ડ નિગમના ચેરમેનોએ રાજીનામા આપ્યા હતા.