52 વર્ષ બાદ ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા વધીને 182થી વધારીને 230 અને 47 વર્ષ બાદ સાંસદોની સંખ્યા 26 થી વધીને 44 થઇ જશે

શુક્રવાર, 26 નવેમ્બર 2021 (15:57 IST)
ગુજરાતમાં વિધાનસભા અને લોકસભાની સીટો વધારવાની સંભાવના છે. ચૂંટણી કમિશનના સૂત્રો દ્રારા મળતી માહિતી અનુસાર ગુજરાતમાં નવા સીમાંકન બાદ વિધાનસભાની હાલની 182 સીટો વધીને 230 થઇ શકે છે, જ્યરે લોકસભાની 26 સીટો વધીને 44 થઇ શકે છે. ગુજરાતમાં આ સીટો 2027 ની વિધાનસભા ચૂંટણી અને 2029  ની ચૂંટણીમાં વધી શકે છે. 
 
તમને જણાવી દઇએ કે અંતિમ 182 સીટોની ફાળવણી 1975 માં કરવામાં આવી હતી.  1980 ની લોકસભા ચૂંટણીમાં 24 સીટો હતી. આ પ્રકારે 52 વર્ષમાં પહેલીવાર ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા વધીને 230 થઇ જશે. 47 વર્ષ બાદ સાંસદોની સંખ્યા 44 થઇ જશે. ગુજરાતમાં તાજેતરમાં 2006 માં 2001 ની જનસંખ્યાના આધારે સીમાંકિત કરવામાં આવ્યું છે. 
 
ગુજરાત વિધાનસભાનું રિનોવેશન 2018 માં કરવામાં આવ્યું હતું. જેના હેઠળ સદનની હાલની બેઠક વ્યવસ્થાને 182 થી વધારીને લગભગ 230 કરવામાં આવી છે. જ્યારે નવા સાંસદ ભવનનું સેંટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પણ શરૂ થઇ ગયું છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની જાહેરાત 2019માં કરવામાં આવી હતી તેમાં સંસદનું નવું ત્રિકોણીય ભવન હશે, જેમાં લોકસભા અને રાજ્યસભાના 900 થી 1200 સાંસદ એકસાથે બેસી શકે છે. જેને 75મા સ્વતંત્રતા દિવસ પર ઓગસ્ટ 2022 સુધી પુરી લેવામાં આવશે. 
 
જનસંખ્યા, જાતિ અને ભૌગોલિક સમીકરણોને ધ્યાનમાં રાખતાં સીમાંકન રાજ્ય ચૂંટણી કમિશને કહ્યું કે સીટોનું નવી સીમાકન 2026 બાદ થશે. ગુજરાતમાં વિધાનસભા અને લોકસભા સીટોનું નિર્ધારણ જનસંખ્યાના આધારે કરવામાં આવે છે. આ સીમાંકનમાં જાતિ અને ભૌગોલિક સમીકરણ, જનસંખ્યા પણ જોઇ શકાય છે. તેનો અર્થ એ છે કે એસટી અને એસસી સીટોની ફાળણી કરવી પડશે. આ પ્રક્રિયા ખૂબ લાંબી છે અને તેને સંસદમાં પણ સંશોધિત કરવાની જરૂરી છે. 
 
વિધાનસભામાં 142 સીટો સામાન્ય છે અને શેષ અરક્ષિત છે 2026 માં સીમાંકન થવાની સીટોમાં કોઇ ફેરફાર નથી. હાલમાં વિધાનસભામાં સામાન્ય સીટોની સંખ્યા 142 છે, જ્યારે બાકી સીટો અનામત છે. સાથે જ લોકસભામાં 20 સામાન્ય સીટો અને બે સીટો એસસી (અનુસૂચિત જાતિ) અને 4 સીતો એસટી (અનુસૂચિત જનજાતિ) માટે અનામત છે. 
 
જ્યારે નવું સિમાંકન હશે તો વિધાનસભા અને લોકસભામાં કુલ અનામત સીટોમાંથી કેટલીક સામાન્ય હશે, જ્યારે કેટલીક સીટો અનામત હશે. ચૂંટણી કમિશનના એક અધિકારી કહ્યું કે આ સીટોમાં ફેરફાર 2026 બાદ થવાની છે. એટલે જે જ્યારે 2024 માં લોકસભા ચૂંટણી થશે ત્યારે પણ ગુજરાતમાં લોકસભા સીટોની સંખ્યા 26 જ રહેશે. 2022 માં જ્યારે વિધાનસભા ચૂંટણી થશે, ત્યારે પણ સીટોની સંખ્યા 182 જ રહેશે, પરંતુ 2027 માં ગુજરાત વિધાનસભાની સીટો 230 અને 2029 માં લોકસભાની 44 સીટો હશે. 
 
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સીમાંકન 2026 માં થઇ શકે છે. પરંતુ કેંદ્ર સરકાર 2024 ની ચૂંટણી પહેલાં જ સીમાંકન કરી શકે  છે. જોકે તેના માટે સંવૈધાનિક સંશોધનોની જરૂરિયાત છે. આગામી દિવસોમાં સંસદના નવા ભવનનું નિર્માણ પુરો થયા બાદ સરકાર તાત્કાલિક સીમાંકનની કાર્યવાહી શરૂ કરવા પર વિચાર કરી શકે છે. 
 
નવા સંસદ ભવનના નિર્માણની સાથે, દેશને દસ લાખની વસ્તી માટે એક સાંસદની જરૂર છે. મોટાભાગના સાંસદોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને 2026 માં સીમાંકન પણ નજીક આવી રહ્યા છે અને આ વાતનું સંકેત છે ભાજપને તેનો ફાયદો મળશે. નિયમના અનુસાર દરેક 10 લાખની વસ્તી પર એક સાંસદ હોવું જોઇએ અને 2019 માં 88 કરોડ મતદારો હતા અને એટલા માટે 888 સાંસદોની જરૂર છે. સંવિધાનના અનુચ્છેદ 81 ના અનુસાર સરકાર દ્રારા સીમાંકન 2026 માં કરવામાં આવશે અને તે સમયે લોકસભામાં 888 સાંસદ હશે.  
 
તેમાં સૌથી વધુ એટલે કે 143 સાંસદ ઉત્તર પ્રદેશમાં હશે. ત્યારબાદ મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને તેલંગાણા હશે. ગુજરાતમાં હાલ 26 સાંસદ છે, જે ભવિષ્યમાં વધીને 44 થઇ જશે. આ પ્રકારે ગુજરતને 18 અને સાંસદોને ભેટ મળશે. 
 
ગુજરાતની સ્થાપના વખતે એટલે કે વર્ષ 1960 માં ગુજરાત વિધાનસભાની 132 સીટો હતી. પછી 1962 માં 154 સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા અને 1967 માં 168 ધારાસભ્ય અને 1975 માં 182 ધારાસભ્યોની સંખ્યા નક્કી કરવામાં આવી, જે આજે પણ તે છે. 
 
1960 માં ગુજરાતને સ્થાપના 17 જિલ્લા સાથે થઇ હતી. નવા જિલ્લાની રચનાની શરૂઆત સૌથી પહેલાં ગાંધીનગરથી થઇ હતી. 1964 માં ગાંધીનગર મહેસાણા અને અમદાવાદના કેટલાક ભાગોને મિક્સ કરીને રાજ્યનો 18 મો જિલ્લો બની ગયો . પચેહે 1966 માં વલસાડને સુરતથી અલગ કરી 19મો જિલ્લો બનાવવામાં આવ્યો. 1977 માં રાજ્યમાં છ નવા જિલ્લા હતા, જેમાં આણંદ, દાહોદ, પાટણ, નવસારી, પોરબંદર અને નર્મદા સામેલ હતા. 2010 માં તાપી ગુજરાતનો 26 જિલ્લો બનાવી દીધો. પછી અન્ય સાત જિલ્લા ગિર-સોમનાથ, છોટા ઉદેપુર, અરવલી, બોટાદ, મોરબી, દ્રારકા અને મહિસાગર 2013 માં અસ્તિત્વમાં આવી રહ્યા છે. આ સાથે જ 22 નવા તાલુકા પણ સામે આવ્યા છે. હવે ગુજરાતમાં 33 જિલ્લા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર