દ્રષ્ટિ 10 ડ્રોન, અડાની ડિફેંસ એંડ એરોસ્પેસ હૈદરાબાદ સ્થિત કારખાનામાં નિર્મિત એક અત્યાધુનિક ઈંટેલિજેંસ, સર્વિલાંસ અને રિકૉન્ગ્નેસ (ISR) પ્લેટફોર્મ છે. તેની કેટલીક મુખ્ય વિશેષતાઓ
સહનશીલતા - 36 કલાકની સતત ઉડાન ક્ષમતા
પેલોડ ક્ષમતા - 450 કિલોગ્રામ
પ્રમાણન - STANAG 4671 માનક પર આધારિત
તકનીકી ક્ષમતાઓ - ઓવર ધ હોરિજન ઓપરેશ, મલ્ટી-પેલોડ સંચાલન, SATCOM આધારિક નિયંત્રણ
ડિઝાઈન - ચાર હાર્ડ પોઈંટ અને એક મોટુ આંતરિક બે, જે તેને વિવિધ મિશનો માટે યોગ્ય બનાવે છે
દ્રષ્ટિ-10 નું ક્રેશ થવુ એ ભારતીય સંરક્ષણ પ્રણાલી માટે એક પડકારજનક સંકેત હોઈ શકે છે. જોકે, ટેકનિકલ ખામીઓની તપાસ અને સુધારણા પછી, આ ડ્રોન નૌકાદળ માટે એક અસરકારક સાધન સાબિત થઈ શકે છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં INS સુરત, INS નીલગિરી અને INS વાગશીર રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ યુદ્ધ જહાજોનું કમિશનિંગ ભારતની દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.