આજે ગુજરાતમાં આપ કરશે શાંતિપૂર્ણ રાજવ્યાપી દેખાવો,

શનિવાર, 31 ઑક્ટોબર 2020 (11:07 IST)
ગુજરાતમાં રોજે રોજ બળાત્કારની ઘટનાઓ નિયમિતપણે વધી રહી છે. છેલ્લા બે વર્ષ દરમ્યાન ૨૭૦૦ જેટલી બળાત્કારની ઘટનાઓ ઘટી છે. ઓક્ટોબર મહિના દરમ્યાન પણ લગભગ રોજે રોજ બળાત્કારની ઘટનાઓ જોવા મળી છે. ગાંધી અને સરદારનું ગુજરાત બળાત્કારનું હબ બનવા જઈ રહ્યું છે.
 
ગુજરાત રાજ્યની પ્રવર્તમાન બળાત્કારના બનાવોની અમર્યાદ વધતી જતી સંખ્યા પ્રત્યે ગુજરાત સરકારની ઘોર ઉદાસિનતા અને ગુજરાતની રાજય સરકારની બળાત્કારીઓને આડકતરું સમર્થન આપતી ઢીલી કાયદાકીય કામગીરી અંગેની ચિંતાજનક પરિસ્થિતિને ઉજાગર કરવા જાગૃત રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમા તા. ૩૧-૧૦-૨૦૨૦, શનિવારના રોજ તમામ હોદેદારો અને કાર્યકર ભાઈઓ બહેનો સાથે રાજ્યવ્યાપી શાંતિપુર્ણ દેખાવો કરવા જઈ રહી છે.
 
નારી તુ નારાયણી વાળા ગુજરાતમા નારી તુ રોજ હણાયી જેવો ઘાટ સર્જાયો છે. અને ગુજરાત સરકાર નારી સુરક્ષા માટે તમામ પ્રકારના કડક પગલાં લેવામાં નિષ્ફળ નીવડી છે. બળાત્કારના ભોગ તરીકે જ્યારે યુવાન બહેનો અને માતાઓની સાથે સાથે કુમળી વયની નિર્દોષ ફૂલ જેવી બાળકીઓ પણ પીખાઈ રહી છે અને તેઓનો અવાજ દબાવી દેવા હત્યાઓ પણ થઈ રહી છે, ત્યારે જરૂરી કડક કાયદા અને તેના અસરકારક અમલિકરણના અભાવે નિસહાય પ્રજાના આક્રોશનો બંધ ગમે ત્યારે તૂટી શકે તેવી ભીતિ સેવાઇ રહી છે.
 
સ્ત્રીઓનું વિવિધ પ્રકારે જાતીય શોષણ ગુજરાતમા સામાન્ય થઈ ગયું છે અને સાથે સાથે ગેંગરેપ કર્યા બાદ હત્યાઓ જેવા ઘાતકી બનાવો બની રહયા છે, તેવા કપરા સંજોગોમાં બેજવાબદાર વિપક્ષની જેમ ગુજરાત રાજ્યની આંખ આડા કાન કરનારી કોંગ્રેસનુ સંવેદનાહીન કુણું રાજકીય વલણ અનેક સવાલો ઉભા કરે છે.
 
પરંતુ આમ આદમી પાર્ટી રાજ્યમાં કથળેલી કાયદા વ્યવસ્થાને લઈને ભાજપની સુતેલી ગુજરાત સરકારને જગાડવા કટિબદ્ધ છે અને તે માટે તા. ૩૧-૧૦-૨૦૨૦, શનિવારના રોજ રાજ્યવ્યાપી શાંતિપુર્ણ દેખાવો કરવા જઈ રહી છે. અમદાવાદમાં આ કાયૅકમ અમદાવાદ શહેર મહિલા પ્રમુખ  પ્રો. પ્રચેતા પંડ્યા તથા અમદાવાદ શહેર પ્રમુખ અમજદખાન પઠાણના નેતૃત્વમાં યોજાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર