ગોચરની જમીન વિવાદમાં યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ

ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (17:25 IST)
કચ્છના રામવાવ ગામમાં યુવકે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. શિવુભા જાડેજા નામના યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કચ્છના રાપર તાલુકાના રામવાવ ગામે અંદાજિત 600 એકર જેટલી ગોચરની જમીન પર ખેતર, દુકાન અને મકાનરૂપી દબાણ બની જતા ગામના શિવુભા જાડેજા ચાર વર્ષથી લડત ચલાવી રહ્યા છે. 
 
ગામની 600 એકર જમીન પર દબાણની રજૂઆતવાગડના રાપર તાલુકાના રામવાવ ગામે અંદાજિત 600 એકર જેટલી ગોચર જમીન ઉપર ખેતર, દુકાન અને મકાનરૂપી દબાણ થઈ જતાં ગામના શિવુભા દેશળજી જાડેજા દ્વારા છેલ્લાં ચાર વર્ષથી લડત ચલાવવામાં આવી રહી છે. આ માટે હાઈકોર્ટ દ્વારા તેમની તરફેણમાં દબાણ હટાવનો આદેશ કરવામાં આવ્યો હતો. ખુદ તાલુકા પંચાયત કચેરી દ્વારા પણ ગ્રામ પંચાયતને દબાણો દૂર કરવા નોટિસ પાઠવાઈ ચૂકી છે. પરંતુ તેની અમલવારી ના થતા અરજદારે આજની તારીખે આત્મવિલોપનની ચીમકી આપી હતી. જેના પગલે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું હતું. આ પૂર્વે તંત્ર દ્વારા ગામના દબાણકારોને જગ્યા ખાલી કરવા નોટિસ પણ પાઠવી હતી. પરંતુ અરજદારે તે કામગીરી અપૂરતી અને સંતોષજનક ના હોવાનું જણાવી આજે રાપર તાલુકા પંચાયત કચેરી પોતાના શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ સમયે પોલીસ હાજર હોવાથી અરજદારને આત્મવિલોપન કરતા રોકવામાં આવ્યા હતા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર