વડોદરાના કરજણમાં ડિવાઈડર કૂદીને રસ્તો પાર કરતા મગર મચ્છ, વીડિયો થયો વાયરલ

સોમવાર, 25 જુલાઈ 2022 (15:34 IST)
ચોમાસાની ઋતુમાં નદીઓ અને તળાવોમાં પાણીની આવક વધતા મગરો બહાર નીકળવાની ઘટનાઓ બની રહી છે. જેમાં વડોદરા નજીક આવેલ કરજણમાં એક મગર રસ્તો ઓળંગી બીજી તરફ જતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
 
રાત્રે મગરનું રોડ ક્રોસિંગ
મગરોના વસવાટ માટે વડોદરાની વિશ્વામિત્રી નદી જાણીતી છે. પરંતુ, હવે મગરોની વસ્તી વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. જેમાં હાલમાં વર્ષાઋતુમાં જળાશયોમાં પાણીની આવક વધતા મગરો બહાર નીકળી રહ્યા છે. વડોદરા પાસે આવેલા કરજણમાં રાત્રે એક મગર રોડ આળંગી ડિવાઇર કૂદી બીજી તરફ રોડની ઝાડીઓમાં જતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો કરજણના નવાબજાર ડેપો પાસે હુસૈન ટેકરીનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર