વડોદરામાં વડાપ્રધાનની પરીક્ષા પે ચર્ચામાં કૂલ ૫૫૨૨૨ છાત્રોએ ભાગ લીધો

શુક્રવાર, 1 એપ્રિલ 2022 (18:26 IST)
આજે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમ થી  દેશભરના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરીને છાત્રોનો ઉત્સાહ વધાર્યો અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે વેળા એ કલેકટર અતુલ ગોર ,જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ સાવલી તાલુકાની મંજુસર  સરકારી શાળામાં વિદ્યાર્થીઓ સાથે આ કાર્યક્રમમાં  સહભાગી થયા હતા.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં છાત્રોને એવી જ શીખ આપી હતી કે, કોઇ પણના જાતના તણાવ, ચિંતા કે ભય રાખ્યા વીના પરીક્ષા આપવી જોઇએ. છાત્રોએ તેમની કારકીર્દિ પ્રત્યે અત્યારથી જ સજાગ થઇ તૈયારીઓ કરવી જોઇએ.
 
ધારાસભ્ય કેતન ઈનામદાર બી.આર.સી ભવન સાવલી, ધારાસભ્ય  શૈલેષભાઈ મહેતા ડભોઇ તાલુકાની મારેઠા પ્રાથમિક શાળા, ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ વાઘોડિયા કુમાર શાળા, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ કોન્વેન્ટ સ્કૂલ, ફતેગંજ, ધારાસભ્ય સીમાબેન મોહિલે ઊર્મિ સ્કૂલ, ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ બી.આર.સી ભવન, કરજણ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ ગોરિયાદ પ્રાથમિક શાળામાં, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રામભાઇ રાઠોડ બી.આર.સી ભવન, કરજણમાં  સહભાગી થયા હતા. 
સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર સહિત ૮૨૭ શાળાઓમાં ધોરણ છ થી આઠ અને ધોરણ ૯થી ૧૧ના કૂલ ૫૫૨૨૨ છાત્રો સહિત ૪૯૫૫ શિક્ષકો, ૧૧૭૩૧ વાલીઓ અને ૭૬ જેટલા મહાનુભાવોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શહેર અને જિલ્લામાં ૧૫૯ શાળાઓમાં મોટા પરદા ઉપર આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર