એકતાના રંગ હેઠળ રથયાત્રાના એક મહિના અગાઉ હિન્દૂ મુસ્લિમ ભાઈઓએ સાથે મળી રક્ત દાન કર્યું

બુધવાર, 17 મે 2023 (17:24 IST)
Hindu Muslim brothers donated blood
રથયાત્રાને હવે એક મહિનો બાકી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે રથયાત્રા અગાઉ કોમી એકતાનો સંદેશ મળી રહે તે માટે જગન્નાથ મંદિતમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.અમદાવાદ પોલીસ દ્વારા યોજવામાં આવેલ કેમ્પમાં હિન્દૂ અને મુસ્લિમ યુવાઓએ કોમી એકતાનો સંદેશ મળે તે માટે એક સાથે રક્તદાન કર્યું હતું.શરૂઆતના 3 કલાકમાં જ 200 બોટલથી વધુ રક્તદાન થયું હતું.
 
અમદાવાદ પોલીસ દ્વારા જગન્નાથ મંદિરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.રથયાત્રાના રૂટમાં અનેક મુસ્લિમ પરિવાર રહે છે તેમના દ્વારા પણ આજે રક્તદાન કેમ્પમાં ભાગ લેવામાં આવ્યો હતો.સવારથી શરૂ થયેલ કેમ્પમાં હિન્દી મુસ્લિમ યુવાઓએ સાથે મળીને રક્તદાન કર્યું હતું.એકતાનો રંગના સૂત્ર હેઠળ આજે રક્તદાન કરવામાં આવ્યું હતું.રથયાત્રામાં કોમી એકતાનો સંદેશ મળી રહે તે માટે 2018થી રક્તદાન કેમ્પ કરવામાં આવે છે.
આકે ઝોન-3 પોલીસ અને સ્થાનિકો દ્વારા રક્તદાન કેમ્પમાં ભાગ લેવામાં આવ્યો હતો.અગ્નિ દિવસમાં રથયાત્રા ઝોન-2 પોલીસનજ હદના વિસ્તારમાંથી પસાર થવાની છે તો ત્યાં પણ રક્તદાન કેમ્પ યોજવામાં આવશે.રક્તદાન કેમ્પથી એકત્ર થયેલ રક્ત થેલેસીમિયાના બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવશે.
 
મુસ્લિમ આગેવાન ઓવેશખાન પઠાણે જણાવ્યું હતું કે પોલીસ દ્વાદ જ્યારથી બ્લડ ડોનેશન કેમ્પ શરૂ થયો ત્યારથી અમે રક્તદાન કરવા આવીએ છીએ.મારી સાથે જોડાયેલા મુસ્લિમ લોકો પણ રક્તદાન કરવા આવ્યા છે.એકતાનો રંગ એટલે બધા એક થાય તે માટે રક્તદાન કરીએ છીએ.રથયાત્રામાં પણ શરૂઆતથી અંત સુધી ખડેપગે ઉભા રહીએ છીએ.
 
ઝોન-3 ડીસીપી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે 146 મી રથયાત્રા  સંદર્ભે એક્તા માટે રક્તદાન કારવમ આવ્યું છે.જુદા જુદા જાતિના લોકો હોય પરંતુ લોહીનો રંગ એક હોય તે ભવનાથી આજે રક્તદાન કર્યું છે.રક્તદાનથી લોકોનો જીવ બચે તે ઉદ્દેશ સાથે રક્તદાન કરીએ છીએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર