બનાસકાંઠાના હડાદમાં સૃષ્ટી વિરૂદ્ધના કૃત્યની ઘટનાનો વિરોધ, એક હજાર લોકોનું ટોળુ પોલીસ સ્ટેશન પહોંચ્યું

સોમવાર, 19 ફેબ્રુઆરી 2024 (18:44 IST)
A mob of 1000 people reached the police station 
બનાસકાંઠા જિલ્લાના હડાદ ગામે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યાની ઘટના બની છે. આ ઘટનાને લઈને હડાદના ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે મોટી સંખ્યામાં ગ્રામજનો આ ઘટનાને લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખસ સામે ફરિયાદ નોંધાવવા માટે હડાદ પોલીસ મથકે પહોંચ્યા હતા. લઘુમતી કોમના યુવકોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ઘટના મુદ્દે ભોગ બનનાર પીડિત પરિવાર અને ગ્રામજનોએ ગંભીર રોષ પ્રકટ કર્યો છે.
 
વેપારીઓ અને ગ્રામજનોએ આ ઘટનાનો વિરોધ દર્શાવ્યો
આજે સવારે હડાદ ગામની વાડીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા હતા અને આ ઘટના મુદ્દે ચર્ચા કરી હતી. ત્યાર બાદ ગ્રામજનો દ્વારા હડાદ ગામમાં રેલી યોજાઇ હતી અને આ કૃત્ય કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરી યોગ્ય સજા મળે તેવી માંગ કરી હતી. હડાદ ગામમાં રેલી કાઢ્યા બાદ તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં હડાદ પોલીસ મથકે પહોંચ્યા છે. આજે હડાદ ગામના વેપારીઓ અને ગ્રામજનોએ આ ઘટનાનો વિરોધ દર્શાવ્યો હતો.
A mob of 1000 people reached the police station
ધંધા રોજગાર બંધ રાખી લોકો રેલીમાં જોડાયા
હડાદ ગામમાં પોતાના ધંધા રોજગાર બંધ રાખી લોકો આજની બેઠક અને રેલીમાં જોડાયા હતા.હડાદ ગામે બનેલી આ ઘટનાને લઈને લઘુમતી કોમ દ્વારા પણ ગંભીરતાને ધ્યાને લઈ ગામમાં મિટિંગ બોલાવી હતી. મોટી સંખ્યામાં લઘુમતી કોમના લોકોએ આ ઘટનાનો સખત વિરોધ દર્શાવ્યો હતો અને આ કૃત્ય કરનાર શખસ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સમર્થન આપ્યું હતું. આ મિટિંગમાં ભવિષ્યમાં કોઈને સાથે આવી ઘટના ના બને તે માટે યોગ્ય કાનૂની કાર્યવાહી થાય તેવી ચર્ચા કરાઇ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર