સુરતની એક 'કામવાળી'એ ખરીદ્યો 60 લાખનો ફ્લેટ

ગુરુવાર, 9 ઑક્ટોબર 2025 (13:20 IST)
સુરતમાં એક ઘરકામ કરતી મહિલાએ એટલે કે કામવાળીએ  60 લાખનો ફ્લેટ ખરીદ્યો છે. સોશિયલ મીડિયા પર આ કામવાળીની કહાની વાયરલ થઈ રહી છે.

કન્ટેન્ટ ક્રિએટર નલિની ઉંગારે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે  આજે તેની કામવાળી સવારે તેની પાસે આવી અને તે બહુ જ ખુશ હતી તેની ખુશીનો કારણ પૂછતા તેણે જણાવ્યુ કે તેણે   સુરતમાં 60 લાખનો ફ્લેટ ખરીદ્યો છે  અને તેના માટે માત્ર 10 લાખ રૂપિયાની લોન લીધી છે તેણે વધુમાં જણાવ્યુ કે ફ્લેટમાં 4 લાખનુ ફર્નિચર કામ પણ કરાવ્યુ છે. . નલિનીએ કહ્યું- હું ખરેખર ચોંકી ગઈ.


મહિલાએ વધુમાં જણાવ્યુ કે આ પહેલા પણ તેના ગામમાં બે માળના ઘર અને એક દુકાનની પણ છે, જે ભાડા પર છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સ તેની નાણાકીય સમજદારી અને બચતના વિચારની પ્રશંસા કરી રહ્યાં છે. 

વેબદુનિયા પર વાંચો