મારી આંખમાં આંસુ નહોતા દેખાતા પરંતુ મારું હૃદય રડે છે,156 આવી પણ 182માં પનો થોડો ટૂંકો પડી ગયોઃ પાટીલ

શનિવાર, 25 નવેમ્બર 2023 (17:44 IST)
દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે સુરતના ઉધના વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં વિશાળ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી જોવા મળી હતી.

આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સ્નેહમિલનને સંબોધતા જણાવ્યું હતું કે,156 સીટ જીત્યા બાદ બધાની બોલતી બંધ થઈ ગઈ છે..”નેશનલ એક્ઝિક્યુટિવમાં મારી વાત મુક્તિ સમયે મારી આંખમાં આંસુ નહોતા દેખાતા પરંતુ મારું હૃદય રડે છે. 156 આવી પણ 182 માં પનો થોડો ટૂંકો પડી ગયો.ભારતીય જનતા પાર્ટીની સેના કોઈપણ પાર્ટીને હરાવવા માટે સક્ષમ છે.

સુરતના ઉધના વિધાનસભા મત વિસ્તારમાં આયોજિત નૂતન સ્નેહમિનલ સમારોહ કાર્યક્રમને સંબોધતા સી આર પાર્ટીલે જણાવ્યું હતું કે, વર્ષ 2022ની ચૂંટણીમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, જે કાર્યકર્તા ચૂંટાઈને આવે અને તે પોતાના બુથ અથવા મતવિસ્તારમા માઇનસમાં જાય તો તેવા કાર્યકર્તાને મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેવા પદ આપી શકાય નહીં. ઉમેદવાર પ્રત્યે ભાજપના કાર્યકર્તાની નારાજગી ભલે હોઈ શકે પરંતુ ચૂંટણી સમયે આ નારાજગી એક બાજુએ મૂકી તે ઉમેદવારને જીતાડવા માટે ભાજપનો કાર્યકર્તા સંપૂર્ણ રીતે મહેનત કરે છે. ભાજપનો કાર્યકર્તા ચૂંટણીના વાવાઝોડાના સમયે એક પંપ બની કાર્યકર્તાના ખાતામાં જે રીતે મતદાન કરાવી હવા ભરવાનું કાર્ય કરે છે તેના કારણે ભવ્ય જીત પ્રાપ્ત થાય છે. જીત કાર્યકર્તાના આધાર પર થાય છે તે વાત સૌ કોઈ લોકોએ સ્વીકારી છે.પેજ કમિટીની તાકાત શું છે. તે દેશ અને દુનિયાએ આજે જોયું છે.જે વિધાનસભાની ચૂંટણીમાં 156 નું પરિણામ બતાવે છે. 156 સીટ જીત્યા બાદ બધાની બોલતી બંધ થઈ ગઈ છે..”નેશનલ એક્ઝિક્યુટિવમાં મારી વાત મુક્તિ સમયે મારી આંખમાં આંસુ નહોતા દેખાતા પરંતુ મારું હૃદય રડે છે,156 આવી પણ 182માં પનો થોડો ટૂંકો પડી ગયો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર