રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોવાથી નદીઓ અને ડેમમાં પાણીની આવક જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ બનાસ નદી અને દાંતીવાડા ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે. જોકે નદી બેકાંઠે વહેતા તંત્ર દ્વારા નદીકાંઠે ન જવા લોકોને અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં લોકો નદીમાં જીવના જોખમે ન્હાવાની મજા માણી રહ્યા છે. ત્યારે નદીમાં ન્હાવા પડેલા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગત બે દિવસમાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે હજી સુધી માત્ર 2 લોકોના જ મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા હાલ ડીસા બનાસ પુલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.