અમદાવાદમાં પાર્કિન્સનથી પિડાતી માતાના રૂ.25 લાખ ઉપાડી દીકરો ફરાર

શનિવાર, 27 ઑગસ્ટ 2022 (09:36 IST)
વેજલપુરમાં પાર્કિન્સનની બીમારીથી પીડાતી અને બોલવા-ચાલવામાં તકલીફ અનુભવતી માતાના નિવૃત્તિ બાદ મળેલા રૂ.25 લાખ બેંકમાંથી ઉપાડીને ભાગી ગયેલા દીકરા સામે મામાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મુંબઇના અશોક ખંડેલવાલના બહેન કલાવતીએ મનોજ માંજરેકર સાથે પ્રેમલગ્ન કર્યાના 6 મહિના બાદ પતિ ક્યાંક ચાલ્યા જતાં, કલાવતીબેન દીકરા પારસ સાથે રહેતા હતાં.

તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થતાં તેમને મળેલા રૂ.25 લાખ તેમણે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા એલિસબ્રિજ બ્રાંચમાં મૂક્યા હતાં. કલાવતીબેન પાર્કિન્સનની બીમારીથી પીડાતા હોઈ, બોલવા-ચાલવામાં પણ તકલીફ પડતી હતી.પારસને ધંધામાં મોટું નુકશાન થતાં તેને દેવું થયું હતું. કલાવતીના ભાઇ અશોક ખંડેલવાલ ખબર કાઢવા આવ્યા ત્યારે કલાવતીએ ભાઇને કહ્યું કે, બેંકમાંથી રૂપિયા ઉપાડવા પારસને 25 લાખનો ચેક આપ્યો હતો, 25 લાખ રૂપિયા ઉપાડીને તે ઘરેથી જતો રહ્યો છે. બેનની વાત સાંભળીને અશોકભાઈએ ભાણિયા પારસને ફોન કરતાં તેણે બહાર હોવાનું કહીને રૂપિયા પાછા આપવાની વાત કરી, ત્યારબાદ પારસે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર