રાજસ્થાનથી ST બસમાં અમદાવાદમાં લવાતા 25 લાખના MD ડ્રગ્સ સાથે બે પકડાયા

સોમવાર, 25 ઑક્ટોબર 2021 (08:51 IST)
મુંબઈની આર્થર રોડ જેલમાં ડ્રગ્સ કેસમાં સુપર સ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન જેલમાં છે. અત્યારે દેશમાં વ્યાપક ડ્રગ્સ નેટવર્કનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આ વચ્ચે અમદાવાદમાં આબુથી આવતી એસ.ટી બસમાં રૂ.25 લાખનું એમ.ડી ડ્રગ્સ લઈને આવતા બે ઈસમની ધરપકડ કરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતો મુજબ, ક્રાઈમબ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ કમિશનર ચૈતન્ય મંડલીકની સૂચનાને આધારે અલગ અલગ ટીમો બનાવી શહેરમાં વેચાતા નશીલા પદાર્થનું વેચાણ કરતા ઈસમોને શોધવા પ્રયાસ હાથ ધર્યા હતા. જેમાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે દરિયાપુરનો તારીક શેખ અને બારેજાનો તાહિરહુસેન કુરેશી એમ.ડી ડ્રગ્સનો ભાગીદારીમાં ધંધો કરે છે અને જોધપુર રાજસ્થાન ખાતે ડ્રગ્સ લેવા ગયા છે.આ બંને ઈસમો ડ્રગ્સનો જથ્થો લઈને માઉન્ટ આબુથી એસ.ટી બસમાં બેસી અમદાવાદ આવવા નીકળ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે બંને નાના ચિલોડાથી નરોડા તરફ ઓવરબ્રિજના છેડે ઉતરીને બારેજા જવાના છે. આથી રેડનું આયોજન કરીને સરકારી પંચો સાથે વોચ ગોઠવી ને રેડ પાડીને ડ્રગ્સના જથ્થા સાથે બંને ઈસમોને ઝડપી લીધા હતા. તજેમાં તાહિર હુસૈનપોલીસે ડ્રગ્સની સાથે મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળીને કુલ 25.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ સાથે ડ્રગ્સના કામમાં સંડોવાયેલા તારીક મોહમંદ ફરીદમીયાં નામના વ્યક્તિને પણ પકડી લીધો છે. હાલમાં પોલીસે આરોપીઓને પકડીને તેમની વિરુદ્ધ એન.ડી.પી.એસ એક્ટની કલમ 8(સી), 20(સી) તથા 29 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.ના થેલામાંથી રૂ.25 લાખની કિંમતનું 250 ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ અંગે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ. એમ. વ્યાસે જણાવ્યું હતું કે, તારીક શેખની ક્રાઇમ બ્રાંચે 2003માં 10 કારતૂસ સાથે ધરપકડ કરી હતી, જે અંગે તેની વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચમાં ગેરકાયદે હથિયાર સાથે રાખી જેહાદી ષડ્યંત્રમાં મદદ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, જેમાં તેને 10 વર્ષની સજા થઈ હતી. જોકે તારીક શેખ હાઈકોર્ટમાં જતા તેની સજા 5 વર્ષની કરાઈ હતી, જે તેણે પૂરી કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર