પશ્વિમ રેલવેએ મુસાફરોને આપી ખુશખબરી, દોડાવાશે 7 સ્પેશિયલ ટ્રેનો
શુક્રવાર, 19 માર્ચ 2021 (21:50 IST)
મુસાફરોની સુવિધા અને માંગને પૂરા પાડવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ 7 સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝ મુજબ આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: -
ટ્રેન નંબર 02216 બાન્દ્રા ટર્મિનસ - દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ દર મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારના રોજ 12.00 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે દિલ્હી સરાય રોહિલા પહોંચશે. આ ટ્રેન 23 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર 02215 દિલ્હી સરાય રોહિલા - બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ દર સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે 08.55 કલાકે દિલ્હી સરાય રોહિલાથી ઉપડશે અને બીજા દિવસે 07.35 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 22 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન બોરીવલી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ, પાલનપુર, આબુ રોડ, ફાલના, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર કોચ રહેશે.
ટ્રેન નંબર 09043 બાંદ્રા ટર્મિનસ – ભગતકી કોઠી સુપરફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવારે 21.45 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 13.15 કલાકે ભગતકી કોઠી પહોંચશે. આ ટ્રેન 1 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09044 ભગતકી કોઠી - બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ દર શુક્રવારે 16.25 કલાકે ભગતકી કોઠીથી ઉપડશે અને બીજા દિવસે 07.35 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 2 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, પાલનપુર, આબુ રોડ, જવાઈ ડેમ અને પાલી મારવાડ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેનમાં એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ રહેશે.
3. ટ્રેન નંબર 09071/09072 સુરત - મહુવા સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09071 સુરત - મહુવા સુપરફાસ્ટ સ્પેશિયલ દર બુધવારે 05.35 કલાકે સુરતથી ઉપડશે અને તે જ દિવસે 16.25 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન 14 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09072 મહુવા - સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ દર બુધવારે 20.40 કલાકે મહુવાથી ઉપડશે અને બીજા દિવસે 07.20 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 14 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન વડોદરા, અમદાવાદ, વિરમગામ, જોરાવરનગર, વંધાવન સિટી, લીંબડી, બોટાડ, ઢોલા, ઢાસા, લીલીયા મોટા, સાવરકુંડલા અને રાજુલા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગ કોચ રહેશે.
4. ટ્રેન નંબર 09267/09268 અમદાવાદ - પ્રયાગરાજ સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09267 અમદાવાદ - પ્રયાગરાજ સુપરફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવારે 16.35 કલાકે અમદાવાદથી ઉપડશે અને બીજા દિવસે 16.50 કલાકે પ્રયાગરાજ પહોંચશે. આ ટ્રેન 25 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09268 પ્રયાગરાજ - અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ દર શુક્રવારે 19.00 કલાકે પ્રયાગરાજથી ઉપડશે અને બીજા દિવસે 17.45 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 26 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, પીપરીયા, નરસિંહપુર, જબલપુર, કટની, મૈહર, સતના અને માનિકપુર સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગ કોચ રહેશે.
ટ્રેન નંબર 09220 અમદાવાદ - એમજીઆર ચેન્નાઈ હમસફર સુપરફાસ્ટ સ્પેશિયલ દર સોમવારે 09.40 કલાકે અમદાવાદથી ઉપડશે અને બીજા દિવસે 16.00 કલાકે એમજીઆર ચેન્નઈ પહોંચશે. આ ટ્રેન 3 મે 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09219 એમજીઆર ચેન્નાઇ - અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ દર બુધવારે 15.50 કલાકે એમજીઆર ચેન્નઈથી ઉપડશે અને બીજા દિવસે 20.55 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 5 મે 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન વડોદરા, સુરત, પાલઘર, વસઈ રોડ, કલ્યાણ, પુના, સોલાપુર, કલબુર્ગી, રાયચુર, ગુંટકલ અને રેનિગુંટા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેનમાં એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ રહેશે.