રાજકોટના ઉદય શિવાનંદ હોસ્પિટલના આઇસીયુ વોર્ડ મોડી રાત્રે આગ, 5 લોકોના મોત

શુક્રવાર, 27 નવેમ્બર 2020 (07:23 IST)
રાજકોટની એક કોવિડ હોસ્પિટલમાં ગુરૂવારે મોડી રાત્રે આગ લાગી હતી. અકસ્માતમાં છ કોરોના દર્દીઓ દાઝી જતાં મોત થયા હતા. મશીનગરીમાં શોર્ટ સર્કિટનાઅ કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.  

શહેરના આનંદ બંગલા ચોક પાસે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિતલના આઇસીયૂ વોર્ડમાં ગુરૂવારે રાત્રે એક વાગે-બે વાગ્યાની આસપાસ આગ લાગી હતી. હોસ્પિટલમાં 33 કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી હતી. બચાવવામાં આવેલા દર્દીઓને બીજા કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. 
મૃતકોના નામ રામસિંહભાઇ, નિતિનભાઇ બદાની, રસિકલાલ, અગ્રાવત, સંજ્ય રાઠોર, અને કેશુભાઇ અકબરી છે. ઉદય શિવાનંદ હોસ્પિટલને સપ્ટેમ્બર મહિનામાં જ કોવિડ સેન્ટરના રૂપમાં મંજૂરી મળી હતી. ઓગસ્ટથી અત્યાર સુધી ગુજરાતના ગુજરાતની હોસ્પિટલમાં આગ લાગવાની ચોથી ઘટના છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોમાંથી કેટલકે હોસ્પિટલને એક-એક લાખ રૂપિયા ડિપોઝિટ પણ કરાવ્યા હતા. 
 
ઘટનાબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 
 
કમિશ્રનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત અમારા સંપર્કમાં છે. અકસ્માત માટે જે પણ જવાબદાર હશે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 
 
આગ લાગતાં નાસભાગ
હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે જણાવ્યું કે બીજા માળ પર બનેલા આઇસીયૂ વોર્ડમાં અચાનક ધૂમાડાના ગોટા નિકળવા લાગ્યા. ડોક્ટરો સહિત તમામ મેડિકલ કર્મીઓમાં નાસભાગ મચી ગઇ. બારીના કાચ તોડીને દર્દીઓને બચાવવામાં આવ્યા હતા. 
 
4 લાખની સહાય
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની  શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ આ આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની  સહાય આપવાની જાહેરાત કરી છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ ના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશને જવાબદારી સોંપી છે. 
 
6 ઓગસ્ટના રોજ અમદાવાદની હોસ્પિટલમાં થયા હતા 8 દર્દીઓના મોત
આ પહેલાં 6 ઓગસ્ટના રોજ અમદાવાદ નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી, જેમાં આઠ લોકોના મોત થયા હતા. મૃતકોમાં પાંચ પુરૂષ અને ત્રણ મહિલાઓ હતી.
 
25 ઓગસ્ટના રોજ જામનગરની હોસ્પિટલમાં લાગી હતી આગ
જામનનગરના જીજી હોસ્પિટલમાં 25 ઓગસ્ટના રોજ શોર્ટ સર્કીટના કારણે આસીયૂમાં આગ લાગી હતી. અહીં નવ દર્દીઓની સારવાર ચાલી રહી હતી. ચાર ફાયરબ્રિગેડની ગાડીઓ આગ ઓલવી હતી. સપ્ટેમ્બરમાં વડોદરાની સયાજી હોસ્પિટલના આઇસીયૂ 2 વોર્ડમાં આગ લાગી હતી. ધૂમાડા કારણે દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર