'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી' ના ટિકીટ-પાર્કિંગની કમાણીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ

ગુરુવાર, 3 ડિસેમ્બર 2020 (15:44 IST)
ગુજરાતના સરદાર સરોવર ડેમ સ્થિત દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ 'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી'ની કમાણીમાં 5 કરોડ 25 લાખ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડ 2018 માર્ચ 2020 વચ્ચે 'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી' પરિસરની ટિકીટ અને પાર્કિંગથી થનાર કમાણીમાં થયો છે. 
 
'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી' પરિસરમાં ટિકીટ અને પાર્કિંગની રકમ વસૂલવાની જવાબદારી ઇસેક એજન્સીને સોંપવામાં આવી છે અને આ એજન્સી પાસેથી પૈસા લઇને તેને એચડીએફસી બેંકમાં જમા કરાવવાની જવાબદારી રાઇટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડની છે. પરંતુ રાઇટર કંપનીના ઘણા કર્મચારીઓએ આ પૈસાનો ગોટાળો કરતાં કમાણીમાંથી 5,24,77,375 નું કૌભાંડ કરી દીધું. એટલે કે ઇસેક એજન્સી દ્વારા આપવામાં આવેલી આ રકમ બેંક સુધી પહોંચી નહી. તાજેતરમાં જ ચોરી ત્યારે પકડાઇ જ્યારે ઇસેક એજન્સી એચડીએફસી બેંક ડિટેલ ઓડિટ થયું. 
 
કેસની તપાસ કરી રહેલી કેવડિયા પોલીસને મળેલી જાણકારી અનુસાર રાઇટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડમાં કાર્યરત નિમેષ અને હાર્દિક નામના બે કર્મચારી શંકાના ઘેરામાં છે, કારણ કે પૈસા બેંકમાં જમા કરાવવાની જવાબદારી તેમની જ હતી. વડોદરા પોલીસે મંગળવારે તેમના ઘરે રેડ પાડી હતી, પરંતુ બંને ઘરવાળાએ જણાવ્યું કે તે ઘના દિવસોથી ઘરે આવ્યા નથી. 
 
ગુજરાતના સરદાર સરોવર ડેમની પાસે આવેલી દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ-સ્ટેચૂ ઓફ યૂનિટીનો ક્રેજ દુનિયાના બીજા ટૂરિસ્ટ સ્પોર્ટ્સની તુલનામાં તેજી સાથે વધી રહ્યો છે. તેની આસપાસ બીજા ટૂરિસ્ટ સ્પોટ ખોલવાની જાહેરાત બાદ વધુ તેજી આવી ગઇ. 31 ઓક્ટોબર 2018 બાદ એક વર્ષમાં જ અહીં 24 લાખ થી વધુ પર્યટક પહોંચ્યા હતા. પહેલાં વર્ષમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ઇનકમ 63.69 કરોડ રૂપિયા હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર