૧લી એપ્રિલથી ૪૫થી ૫૯ વર્ષના વ્યક્તિઓને કોવિડની રસી અપાશે: ડૉ.જયંતિ રવી

બુધવાર, 31 માર્ચ 2021 (00:15 IST)
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવી એ જણાવ્યુ છે કે,ભારત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ આગામી ૧લી એપ્રિલ, ૨૦૨૧થી રાજયમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો ને કોવિડની રસી અપાશે. 
 
ડૉ. રવી એ ઉમેર્યુ કે, ૪૫ વર્ષથી વધુ ઉમરના જેને કોઇ બિમારી હોય કે ના હોય તેવા તમામ વ્યક્તિઓને કોવિડ-૧૯ની રસી આપવામાં આવશે. તા. ૧ એપ્રિલ, ૨૦૨૧ના રોજ થી ૪૫થી ૫૯ વર્ષના વ્યક્તિઓને અન્ય બિમારી માટેનું ડોક્ટરના પ્રમાણપત્રની જરૂરીયાત રહેશે નહિ. 
 
વધુમાં કોવિશિલ્ડ વેક્સિન અંગે માહિતી આપતા ડો. રવીએ  જણાવ્યું કે ભારત સરકારશ્રી દ્વારા રચાયેલ ટાસ્ક ફોર્સની સલાહ મુજબ કોરોના વેક્સીન – કોવિશિલ્ડના ૨(બે) ડોઝ વચ્ચે ચાર થી આઠ અઠવાડિયાનું અંતર (૬ અઠવાડિયા ઇચ્છનીય) રાખવા જણાવાયુ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર