સુરતમાં 24 કલાકમાં 3 હત્યાની ઘટના, પોલીસ સામે સવાલો ઉભા થયા

સોમવાર, 9 જાન્યુઆરી 2023 (09:36 IST)
ડાયમંડ નગરી ગણાતાં સુરતની તસવીર છેલ્લાં ઘણાં સમયમથી બદસૂરત બનતી જાય છે. છેલ્લાં એક મહિનામાં સુરતમાં એક પછી એક હત્યા, દુષ્કર્મના બનાવો વધી રહ્યાં છે.  વધતાં ગુના સંદર્ભે લોકોમાં કાનાફૂસી પણ ચાલી રહી છે કે કેન્દ્રમાં ભાજપ શાસિત શાસન છે અને ગુજરાતના સૌથી યુવા હોમ મિનિસ્ટર હર્ષ સંધવી પણ જ્યારે સુરતના છે ત્યારે તેમના જ હોમ સ્ટેટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી છે. ગત 24 કલાકમાં સુરત શહેરમાં 3 હત્યાના ગુના નોંધાયા છે. જેમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં બે અને લીંબાયત એક યુવકની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડીંડોલી વિસ્તારમાં રમેશ રાઠોડ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવકના ગળાને ભાગે તીક્ષ્ણ હથિયાર મારી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. અન્ય એક ઘટનનામાં સુરતના વિમલનાથ સોસાયટી નજીક આધેડની ક્રૂરતા પૂર્વક હત્યા કરાઈ હતી. હત્યારાઓએ હત્યા કરી અને આધેડના શરીરના અંગો પણ કાપી નાંખ્યા હતા. 
 
આ સાથે સુરતમાં હત્યાની ત્રીજી ઘટના ફરી ડિંડોલીમાં ઘટી છે. જેમાં ભેસ્તાન આવાસમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. પોલીસ નિષ્ક્રિયતાના કારણે અસામાજીક તત્વો બેફામ બન્યા હોઇ છેલ્લા 24 કલાકમાં હત્યાની 3 ઘટના સામે આવી છે. આ સાથે જ પોલીસ નિષ્ક્રિયતા સામે સવાલો ઉભા થયા છે. ઘટનાજી જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલમાં પોલીસ હત્યાના ગુના ઉકેલવા માટે પ્રયત્નો કરી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર