ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરશન કરીને 280 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. પાકિસ્તાનથી આવતી બોટમાંથી ડ્રગ્સના 55 પેકેટ મળ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કરાંચીથી અલહજ નામની બોટ આવતી હતી, જેની તપાસ કરવામાં આવતા ડ્રગ્સના જથ્થા સાથે 9 આરોપીની ધરપકડ કરાઈ છે. બોટમાં હેરોઇન હોવાની માહિતી મળતા ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું ઓપરેશન પાર પાડ્યુ છે. કોસ્ટ ગાર્ડની બોટ જોઈને ડ્રગ-પેડલર્સે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેમને રોકવા કોસ્ટગાર્ડની ટીમે ગોળીબાર કર્યો હતો, જેમાં 3થી 4 ડ્રગ-પેડલર ઈજાગ્રસ્ત થયા હતા.
ગૃહમંત્રી હર્ષ સંઘવીનુ ટ્વિટ
રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ આ ઓપરેશન વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે પાકિસ્તાની માછીમારો લાલપરી માછલી પકડવા ગુજરાતના કાંઠા સુધી આવતા હોય છે. માછીમારીના ઓઠા હેઠળ ડ્રગ્સમાફિયાઓ રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરે છે. આ જ રીતે પાકિસ્તાનના ડ્રગમાફિયા મુસ્તુફાએ ઉત્તર ભારતમાં મોકલવા માટે હેરોઈનનું એક કન્સાઈન્મેન્ટ પાકિસ્તાનથી રવાના કર્યું હતું, જે વિશે મળેલી બાતમીના આધારે કોસ્ટ ગાર્ડ અને એટીએસની ટીમે રવિવારે મોડી રાતે વોચ ગોઠવી હતી.
ये पाकिस्तान के ड्रग्स नेटवर्क पर गुजरात पुलिस (ATS), कोस्ट गार्ड, NCB की “दरियाई स्ट्राइक “ है,
“ जितने भेजोगे उतने पकड़ेंगे, वेलकम टू गुजरात जेल… पूरी ज़िंदगी गुजारों काल कोठरी में “
દરમિયાન ભારતીય જળ સીમાથી 14 નોટિકલ માઈલ અંદર આ બાતમીવાળી બોટ અલ-હજ આવતાં કોસ્ટ ગાર્ડની ટીમે એને રોકવા જણાવ્યું હતું, પરંતુ ડ્રગમાફિયાઓએ બોટ પૂરઝડપે ભગાવી દીધી હતી. જેથી કોસ્ટ ગાર્ડની ટીમે ગોળીબાર કર્યો હતો, જેમાં બોટમાં સવાર 3થી 4 વ્યકિત ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે પોલીસે બોટ સર્ચ કરતાં એમાંથી 56 પેકેટમાંથી 56 કિલો હેરોઈન(કિંમત રૂ.280 કરોડ)નું મળી આવ્યું હતું. જોકે આ ડ્રગ્સ બોટમાં ક્યાંથી ભરવામાં આવ્યું હતું અને ઉત્તર ભારતમાં ક્યાં આપવાનું હતું એ માહિતી મુસ્તુફા સિવાય બીજું કોઈ જાણતું ન હોવાથી પોલીસે એ દિશામાં તપાસ શરુ કરી છે. જોકે આ ઓપરેશન પાર પાડયા પાર એનસીબીની પણ મદદ લેવામાં આવી હતી.
કંડલા પોર્ટ પર આવેલાં 17 કન્ટેનરમાં પૈકીના 1 માંથી 205 કિલો હેરોઈન મળ્યું