ગુજરાત સહિત દેશમાં માર્ગ અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. હેવી વ્હીકલ્સ ટુ વ્હીલર્સને રમકડાની જેમ કચડી નાખે છે. હેવી ગાડીઓનો સમય ફક્ત રાત માટે જ કરી દેવો જોઈએ અને રાત્રે ટુ વ્હીલર પર બેન લગાવી દેવા જોઈએ તો જ આ અકસ્માતોથી ઘરના ઓલવાઈ જતા ચિરાગને બચાવી શકાશે. આજે વધુ એક ઘરનો ચિરાગ ઓલવાઈ ગયો છે અને એક નવી નવેલી દુલ્હન પોતાનો સંસાર માંડે એ પહેલા જ એનો સંસાર વિખેરાય ગયો છે.
એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો
મળતી માહિતી પ્રમાણે, વીરનગર પાસે ફોર વ્હિલરચાલકે એક્ટિવાચાલકને એડફેટે લીધી હતી. જેમાં એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ત્યારે એક્ટિવા સવાર બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.
એકના બે મહિના પહેલાં લગ્ન થયા હતા
હાલ બંને યુવકોના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, મૃતક જેનિશ પરિવારમાં એકનો એક પુત્ર હતો અને હજુ બે મહિના પહેલાં જ તેનાં લગ્ન થયા હતા. હાલ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.