ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડના જવાનો ફાયર ફાઈટરો સાથે પહોંચ્યા હતા. ફાયરના જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી. આ ઘટનામાં 24 કામદારો દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે મીડિયાને જણાવ્યું હતું કે, એથર ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આ ફેક્ટરીમાં કેમિકલ બનાવવાનું કામ થાય છે. સ્ટોરેજ ટેન્કમાં લીકેજ હોવાના કારણે આગ લાગી છે. અંદાજે 24 જેટલા કામદારો દાઝી ગયા છે, તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે અને હવે કૂલિંગની કામગીરી ચાલી રહી છે.