છેલ્લા 20 દિવસમાં વડોદરામાં કોરોના વાઈરસના કેસ ડબલ કરતાં પણ વધી ગયા

શુક્રવાર, 22 મે 2020 (13:45 IST)
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં 30 એપ્રિલ સુધી કોરોના વાઈરસના 324 પોઝિટિવ કેસ હતા. તે વખતે વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં આવેલા નાગરવાડા સહિતના વિસ્તારોમાં 228 કોરોના પોઝિટિવ કેસ હતા. તે વખતે ઉત્તર ઝોનમાં કોરોનાના 70 ટકા કેસ હતા. જોકે 20 મે સુધીના આંકડાઓમાં ઉત્તર ઝોનમાં કોરોના પોઝિટિવ કેસની ટકાવારી ઘટીને 46 થઇ ગઇ છે. જોકે તેની સામે પૂર્વ ઝોનમાં છેલ્લા 20 દિવસમાં કોરોના વાઈરસના કેસો 5 ગણા વધ્યા છે, જે પૂર્વ વિસ્તાર માટે ચિંતાજનક બાબત છે.  વડોદરા શહેર અને જિલ્લામાં 30 એપ્રિલ સુધી કોરોના વાઈરસના 324 પોઝિટિવ કેસ હતા. જે 20 મે સુધીમાં વધીને 773 થઇ ગયા છે. આમ 20 દિવસમાં વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વાઈરસના કેસ ડબલથી પણ વધારે થઇ ગયા છે. વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં 30 એપ્રિલ સુધી 228 પોઝિટિવ કેસ હતા. જે 20 મે સુધી વધીને 355 થયા છે. જોકે પૂર્વ ઝોનમાં 30 એપ્રિલ સુધી માત્ર 43 પોઝિટિવ કેસ હતા. જે 20 મે સુધીના 20 દિવસમાં વધીને 239 થઇ ગયા છે. આ ઉપરાંત દક્ષિણ ઝોનમાં પણ 13 કેસથી વધી 105 કેસ થયા છે. અને પશ્ચિમ વિસ્તારમાં 7 કેસથી વધીને 39 કેસ થયા છે. અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં 11 કેસથી વધીને 30 થયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક અત્યાર સુધી 38 ઉપર પહોંચ્યો છે. જોકે 20 દિવસથી શરૂઆતના હોટસ્પોટ નાગરવાડા વિસ્તારમાં પોઝિટિવ કેસોમાં ઘટાડો નોંધાયો છે અને પાણીગેટ વિસ્તાર નવો હોટસ્પોટ બની ગયો છે અને રોજેરોજ પાણીગેટ વિસ્તારમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર