Latthakand In Ahmedabad Botad - લઠ્ઠાકાંડમાં 20 લોકોના મોત, 32 લોકો ગંભીર, SITની રચના

મંગળવાર, 26 જુલાઈ 2022 (00:00 IST)
બોટાદ અને અમદાવાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડમાં કુલ 20 લોકોના મોત થયા છે. જ્યારે હાલ 32 લોકોને ગંભીર અસર થતા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તમામ દર્દીઓની ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. ત્યારે કથિત લઠ્ઠાકાંડની તપાસમાં 4 જિલ્લાની પોલીસ લાગી છે. અમદાવાદ, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની પોલીસની મદદ લેવાઈ રહી છે. જોકે, કથિક લઠ્ઠાકાંડ મામલે SIT ની રચના કરવામાં આવી છે.
 
જે પૈકી ધંધુકામાં છ અને બરવાળામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હોવાની વાત સામે આવી છે.
 
જ્યારે સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે પોલીસે અત્યાર સુધી આ ઘટનામાં  18ના  મૃત્યુ થયાં હોવાની વાત કહી છે. આ સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધી દારૂ બનાવનાર અને વેચનાર એમ બે વ્યક્તિની અત્યાર સુધી ધરપકડ કરી છે.
 
અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું કે અમે અલગઅલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. તેમજ જે વિસ્તારમાં ઘટના બની ત્યાં સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને જેમણે આ કામ કર્યું છે એમને પણ પકડવા માટે ટીમો બનાવી છે.
 
બોટાદના બરવાળાના રોજિદ ગામે કથિતપણે ઝેરી દારૂ પી જવાથી દસથી વધુ લોકોની તબિયત બગડી હતી, આ આંકડો વધુ પણ હોઈ શકે છે. રોજિદ ગામના સરપંચે દાવો કર્યો હતો કે દેશી દારૂના અડ્ડા અંગે પોલીસને જાણ કરી હતી, જાણ કરી હોવા છતાં પોલીસે કાર્યવાહી કરી નહોતી. તો મૃતકોએ રોજિદ ગામમાં દારૂ પીધો હતો એવું પરિજનોનું કહેવું છે. 
કેટલાક દર્દીઓને સારવાર માટે ભાવનગર અને કેટલાકને બોટાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો સમગ્ર ઘટનાને પગલે બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો પણ તપાસમાં લાગ્યો છે. તો કથિત લઠ્ઠાકાંડ મામલે SITની રચના થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
 
આ ઘટનામાં બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજિદ ગામના દર્દીઓને ભાવનગર લાવવામાં આવ્યા છે. રોજિદ ગામના કુલ નવ લોકોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. સચીન પીઠવા અનુસાર 108 મારફતે તમામને ભાવનગર સર.ટી. હૉસ્પિટલમાં ઇમર્જન્સી વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ચાર લોકોને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર