અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 8 ગુજરાતી સહિત 16 ગેરકાયદેસર ભારતીયોની હકાલપટ્ટી

રવિવાર, 16 ફેબ્રુઆરી 2025 (15:16 IST)
અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 8 ગુજરાતી સહિત 16 ગેરકાયદેસર ભારતીયોની હકાલપટ્ટી

અમેરિકા એરફોર્સનું એરક્રાફ્ટ C-17A ગ્લોબમાસ્ટર-3 શનિવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું, જેમાં 116 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ હતા. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે 119 ભારતીય સ્થળાંતરીઓને દેશનિકાલ કરવામાં આવશે, પરંતુ પછીથી સૂચિ અપડેટ કરવામાં આવી અને 116 ભારતીય સ્થળાંતરીઓને પંજાબમાં ઉતારવામાં આવ્યા. આ ફ્લાઇટમાં પંજાબના 65, હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 2-2 જ્યારે હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર