ધોરણ-10 નું આજે પરિણામ

ભાષા

ગુરુવાર, 4 જૂન 2009 (19:27 IST)
ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આજે કસોટીનો દિવસ છે કારણ કે, આજે ગુજરાત સેકેન્ડરી બોર્ડનું ધોરણ 10 નુ પરિણામ જાહેર થઈ રહ્યું છે. આ વખતે બોર્ડમાં પ્રથમ ક્રમાંકે કોણ આવશે ? છોકરો કે પછી છોકરી ? તે અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઅને વાલીઓમાં વધતી જઈ રહી છે.

વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત સેકેન્ડરી એજ્યુંકેશન બોર્ડ (જીએસઈબી)એ પોતાની વેબસાઈટ પર સવારે 10 વાગ્યા બાદ ધોરણ-10 નું પરિણામ ખુલ્લું મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત જીએસઈબીએ ફોનલાઈન સેવા પણ શરૂ કરી છે જેમાં ફોન કરીને પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે.

અત્રે જણાવાનું કે, આ વખતે લાખોની સંખ્યામાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી છે. બોર્ડની યાદી અનુસાર આગલા ધોરણ માટેની એડમિશન પ્રક્રિયા 6 જુન બાદ શરૂ કરવામાં આવશે તથા વિદ્યાર્થીઓને મેરિટના આધારે જ પ્રવેશ અપાશે.

પરિણામ જોવા માટે ક્લિક કરો

ગુજરાત એસએસસી પરિણામ 2018, જીએસઈબી એસએસસી રિઝલ્ટ 2018ને examresults.net/gujarat/gseb-ssc-10th-resultgujarat.indiaresults.com પર જોઈ શકાય છે. 
 
શુ કરશો રિઝલ્ટ જોવા માટે 
 
સ્ટેપ 1 - www.gseb.orgના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો 
સ્ટેપ 2 -  Gujarat 10th Result 2018, GSEB SSC Result 2018 tab  પર જાવ 
સ્ટેપ 3 - ટૈબ પર ક્લિક કરો 
સ્ટેપ 4 - તમારો રોલ નંબર નાખો 
સ્ટેપ 5 - રિઝલ્ટને ડાઉનલોડ કરી લો. 

વેબદુનિયા પર વાંચો