VIDEO- 101 વર્ષની દાદી બની 17માં બાળકની માતા.. ડોક્ટર પણ છે હેરાન

શનિવાર, 5 ઑગસ્ટ 2017 (14:51 IST)
જે લોકો અત્યાર સુધી વિચારતા હતા કે મા બનવાની પણ એક વય હોય છે એ બધાને ઈટલીમાં રહેનારી એક મહિલાએ ખોટી સાબિત કરી દીધી.. ઈટલીની રહેનારી એક મહિલાએ 101 વર્ષની વયમાં એક બાળકને જન્મ આપ્યો. મહિલા દ્વારા આ વયમાં બાળકોને જન્મ આપવાથી ડોક્ટર્સ પણ હેરાન છે.  તેનાથી આ વાત સાબિત થઈ જાય છે કે મહિલાઓમાં પ્રજનન ક્ષમતા માટે વયની કોઈ સીમા હોતી નથી.  ઉલ્લેખનીય છે કે અનેક લોકો એવુ માને છે કે સ્ત્રીઓમાં પ્રજનન ક્ષમતાની પણ એક વય હોય છે પણ ઈટલીની આ મહિલાએ બધાને ખોટા સાબિત કરી દીધા છે. 
 
આ મહિલાએ એક 9 પોંડના બાળકને જન્મ આપ્યો છે. જોકે જેને લઈને ચિકિત્સા જગતમાં તેની આલોચના પણ થઈ રહી છે. તેનુ કારણ છે કે મહિલાની પરિપક્વ વય છતા અંડાશય પ્રત્યારોપણ તુર્કીમાં એક ખાનગી ક્લિનીકમાં ડોલ અલેક્જેંડ્રો પોપોલિકી દ્વારા આ મહિલાના અંડાશય પ્રત્યારોપિત કરવામાં આવ્યા.  આ પ્રત્યારોપણ ઓપરેશ્સન પછી ત્યા વિવાદ પણ થઈ રહ્યો છે કારણ કે યૂરોપીય કાયદા હેઠળ આને ગેરકાયદેસર માનવામાં આવે છે. 
 
101 વર્ષની વયમાં એક બાળકને જન્મ આપનારી મહિલા અનાતોલિયા વ્હાર્ટડેલા પોતાનું 17મું બાળક ફ્રાંસિસ્કોના જન્મને ભગવાનનો આશીર્વાદ માને છે.  અનાતોલિયાએ કહ્યુ કે 16 બાળકોને જન્મ આપ્યા પછી તેને ડિમ્બગ્રંથિનુ કેંસર થઈ ગયુ હતુ. જે કારણે તે ખુદને બેકાર અને દંડિત અનુભવી રહી હતી. હવે તે એકવાર ફરી માં બનવાથી ખુદન પર ગૌરવ અનુભવી રહી છે

વેબદુનિયા પર વાંચો