સોમવારે સુરતના કાપડ બજાર અને હીરા બજારમાં આવનાર 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને આરટી પીસીઆર ટેસ્ટ અથવા કોરોના વેક્સીન લીધી હોવાનું પ્રમાણપત્ર ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ મહાનગરપાલિકા વહિવટીતંત્રએ કાપડ બજારમાં વેક્સીન આપવાનું કામ પુરજોશમાં શરૂ કરી દીધું છે. રવિવારે જરૂરી માત્રામાં વેક્સીન ઉપલબ્ધ ન હોવાથી ઘણા લોકોને વેક્સીન લગાવવામાં આવી ન હતી.
બીજી તરફ આશ્વર્યજનક ઘટનાક્રમમાં એક વેપારી પાસેથી વહિવટી અધિકારીઓએ વેક્સીન ન લગાવવા પર 1000 રૂપિયાનો દંડ ફટકારવાના સમાચાર છે. સ્થાનિક સમાચાર પત્રએ આ અંગે દંડની રસીદની પાવતી ફોટો પ્રકાશિત કર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. આ ઘટનાક્રમ બાદ વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વેપારીઓનું કહેવું છેકે વેક્સીન લેવી અનિવાર્ય છે તો દંડ કેમ લેવામાં આવી રહ્યો છે. મનપા પાસે પુરી ક્ષમતાની નથી કે તમામ વેપારીઓને વેક્સીન આપી શકે.