વીજળી પડતા 1 યુવતી ભડથુ, બે ઘાયલ

શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (20:27 IST)
હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં ચોમાસુ આજ કાલમાં વિદાય લઈ લેશે, પણ છતા અચાનક હવામાન પલટો થતા ગઈકાલે ઠેર ઠેર વરસાદ ખાબક્યો હતો. ક્યાક તો કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો, તો ક્યાક વાદળોના ઘર્ષણથી વીજળી પડતા જાનમાલનુ નુકશાન થયુ છે. અત્યાર સુધી ગુજરાતમાં વીજળી પડવાથી 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. સુરતના સીમલઠું ગામના ખેતરમાં કામ કરી રહેલા કામદારો વીજળી પડવાથી મોતને ભેટયા છે. જેમાં ઘટના સ્થળે 1 યુવતી ભડથુ બની ગઈ છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  દિવસ પહેલા ગાંધીનગરમાં 2 યુવતી વીજળી પડવાથી ભડથું થઈ ગઈ હતી જે બાદ આજે સુરતના સીમલઠું ગામના ખેતરમાં પડી વીજળી પડતાં 1 યુવતીનું મોત થયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર