ઉકાઈ ડેમમાંથી 1.89 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ

મંગળવાર, 19 જુલાઈ 2022 (10:43 IST)
છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદ બાદ છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો હોય એ રીતે ઝરમર વરસાદી ઝાપટા પડી રહ્યા છે જોકે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટ કુદાવી જતા તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે .  જેથી સુરતમાં તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે કોઝવેની સપાટી વધીને 7.72 મીટર એ પહોંચી ગઈ છે.

સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધીમીધારે ઝરમર વરસાદી ઝાપટા પડી રહ્યા છે હળવા વરસાદ વચ્ચે ખેડૂતોએ કરેલા રોપણ અને સૂર્યપ્રકાશ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો શહેરમાં સવારે ઝરમર વરસાદ વરસતા કામ ધંધે જતા લોકોને રેનકોટ પહેરવાની અને છત્રી લઈને નીકળવાની ફરજ પડી હતી. ઉકાઈ ડેમમાંથી 1.89 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે સાથે જ નીચાણવાળા વિસ્તારને સતર્ક કરી દેવામાં આવ્યા છે સાથે સુરતનો ઓવર ફ્લો થઈને 7.72 મીટર ની સપાટીએ રહી રહ્યો છે તેના કારણે નદીના દ્રશ્યો જોવા મળ્યા છે. ઉકાઈ તેમના રુલ લેવલ 333 ફૂટ ને જાળવી રાખવા માટે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યો છે ઉપરવાસમાંથી આવી રહેલા 87,548 પાણીના જથ્થા સામે હાલ તંત્ર દ્વારા ડેમમાંથી 1,89,500 પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી ડેમની સપાટી સવારે 9:00 વાગ્યા છે 332.76 ફૂટ નોંધાય છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર