સુરેન્દ્રનગર ભાજપ અગ્રણી જીણાભાઇ ડેડવારિયાની કાર પર અંધાધૂન ફાયરિંગ

શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (12:59 IST)
ભાજપ નેતા ગોરધન ઝડફિયા પર જીવલેણ હુમલોમાં શાર્પ શૂટરની ધરપકડ બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અગ્રણી જીણાભાઇ ડેડવારિયાની કાર પર ત્રન રાઉન્ડ ફાયરિંગ થઇ ગયું છે. મોડીરાત સુધી ગાંધીનગરથી પોતાના ગામ ચોટીલા તરફ કાર લઇને જતા હતા ત્યારે કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ તેમની કાર પર ત્રણ રાઉન્ડ પર ફાયરિંગ કર્યું હતું. ચુડા પાસે મોટી મોરવાડ રોડ પર આ ઘટના થઇ. 
 
વર્ષ 2017માં તેમણે કોંગ્રેસ ધારાસભ્ય ઋત્વિક મકવાણા વિરૂદ્ધ ચૂંટણી લડી હતી. જીણાભાઇ ડેડવારિયા મૂળ ચોટીલા છે. આ ચૂંટણીમાં તેમની હાર થઇ હતી. જીણાભાઇ ડેડવારિયાની ગણતરી જિલ્લા ભાજપના અગ્રણી નેતાઓમાં થાય છે. જ્યારે તે ગાંધીનગરથી ચોટીલા આવી રહ્યા હતા ત્યારે ચુડા ગામ નજીક સાઇડ લેવા બાબતે એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સો દ્વારા તેમની કાર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. આ ઘટનામાં જીણાભાઇ માંડ માંડ બચી ગયા હતા. તેમને કોઇપણ પ્રકારની ઇજા પહોંચી ન હતી, પરંતુ તેમની કારનો કાચ તૂટી ગયો હતો. આ કેસમાં પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 
 
થોડા દિવસોથી ભારે વરસાદના કારણે ચોટીલાના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. જીણાભાઇ આ ખેડૂતોને વળતરની રકમ ચૂકવવા બાબતે રજૂ કરવા માટે ગાંધીનગર ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આ ઘટના સર્જાઇ હતી. મોડી રાત્રે જ્યારે તે ગાંધીનગરથી ચોટીલા તરફ આવી રહ્યા હતા ત્યારે હુમલા કરવા માટે એક્ટિવા પર ત્રણ વ્યક્તિ આવ્યા હતા. 
 
જ્યારે કાર ચાલકને ડિપર બતાવીને સાઇડ આપવા માટે કહ્યું તો એક્ટિવામાં પાછળ બેસેલા વ્યક્તિએ વિચાર્યા વિના અંધાધૂન ફાયરિંગ શરૂ કરી દીધું. આ કારણે ગાડીના એક તરફનો કાંચ તૂટી ગયો હતો. 
 
ભાજપના નેતાઓ પર થનાર ફાયરિંગની ઘટનાઓને લઇને પોલીસે ઘણા સ્તરો પર તપાસ શરૂ કરી દીધી છે. સૌરાષ્ટ્રમાં હાઇએ પર ફાયરિંગની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. ખાસકરીને ચોટીલાથી લિંબડી-અમદાવાદ વચ્ચે રસ્તામાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે. આ પહેલાં જ રોડ પર દારૂનો ટ્રક પકડાયો હતો. રાત્રે અંધારાનો લાભ લઇને ફાયરિંગની ઘટનાઓને સરળતાથી અંજામ આપે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર