રામ રાખે તેને કોણ ચાખે, આત્મહત્યા કરવા માટે નદી કૂદયો, 3 દિવસ સુધી ઝાડીઓ વચ્ચે ફસાઇ રહ્યો

ગુરુવાર, 13 ઑગસ્ટ 2020 (13:18 IST)
અમદાવાદની સાબરમતી નદીમાં ઉલાંગ લગાવીને આત્મહત્યાનો પ્રયત્ન કરનાર એક યુવકને નદી કિનારે ઝાડીઓમાંથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે આ વ્યક્તિએ ત્રણ દિવસ પહેલાં સાબરમતી નદીમાં છલાંગ લગાવી હતી. પરંતુ આ દરમિયાન તે જંગલી ઝાડીઓમાં ફસાઇ રહ્યો હતો. યુવક ઝાડીઓમાં ત્રણ દિવસ સુધી ભૂખ્યો-તરસ્યો ફસાઇ રહ્યો. એક માછીમારની નજર પડતાં તેને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવ્યો. પૂછપરછમાં યુવકે પોતાનું નામ ત્રિલોક નકુમ જણાવ્યું હતું. હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
એક બે સ્થાનિક લોકોએ જણાવ્યું કે તેમણે આ વ્યક્તિને ત્રણ દિવસ પહેલાં અહીં ફસાયેલો જોયો હતો. તેમણે એમ વિચાર્યું કે કોઇ માછીમાર માછલી પકડી રહ્યો હશે. આ પ્રકાણે ઘણા લોકો આ યુવકને જોઇને જતા રહેતા હતા. પરંતુ એક માછીમારની નજર તેના પર પડી તો તેને શંકા થઇ કે આવી ખતરનાક જગ્યા પર જઇને કોઇ માછલી કેમ પકડે. જ્યારે તેને ધ્યાનથી જોયું તો ત્રિલોક સિંહ તરફડીયા મારતો જોવા મળ્યો. માછીમારે ફાયર બ્રિગેડને ફોન કર્યો અને તેનો જીવ બચાવી લીધો. 
 
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ત્રિલોક સિંહની માનસિક સ્થિતિ ઠીક નથી. તેણે પહેલાં પણ ઘણીવાર આસપાસ ફરતો જોવામાં આવ્યો છે. જ્યારે તેને નદીમાં કૂદવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે આત્મહત્યા કરવા માટે રવિવારે સાંજે સાબરમતી નદીમાં કૂદયો હતો, પરંતુ ઝાડીઓમાં ફસાઇ ગયો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર