જુઓ દુનિયાભરના પતંગિયા કાંકરિયામાં !!

શુક્રવાર, 23 ડિસેમ્બર 2011 (14:00 IST)
P.R
જી હા , અમદાવાદ શહેરનાં બાળકો હવે એ પ્રશ્ર્ન નહી પુછે કે પતંગીયા કેવા હોય ? કાંકરીયા પાસેના વન ટ્રી હીલ ગાર્ડનનાં 22865 ચો.મી. પૈકીનાં 8000 ચો.મી. વિસ્તારમાં બટરફલાય પાર્ક બની રહ્યો છે.આ પાર્કની એન્ટ્રી કાંકરીયા લેક ફ્રન્ટની અંદરની બાજુએથી રાખવામાં આવી છે.

બટરફલાય પાર્કનો મેઈન ગેટ પણ ડેકોરેટીવ બટરફલાય આકારનો બનાવવામાં આવશે.આ સંપુર્ણ પ્રોજેકટ 90.61 લાખની કીંમતે આકાર લેશે.જો કે અમદાવાદીયોને આ બટરફલાય પાર્ક 6 થી 7 માસ બાદ લોકાર્પિત કરવામાં આવનાર છે.

વેબદુનિયા પર વાંચો