કોવિડ-૧૯ રોગચાળા સામે કંપનીના યોગદાન દરીકે નંદન ડેનિમે પ્રોટેક્ટિવ ફેશન ડેનિમ માસ્કનું કલેક્શન લોન્ચ કર્યું છે. આ માસ્કને ‘કેરમાસ્ક’ નામ અપાયું છે અને ડબલ તથા ટ્રિપલ લેયરમાં ઉપલબ્ધ છે જેથી રોજબરોજના ઉપયોગમાં અનુકુળ છે. આ યુનિસેક્સ માસ્કને તમામ ડેનિમ પ્રેમીઓ માટે ડિઝાઇન કરાયા છે. આ કલેક્શનમાં પોલ્કા પ્રિન્ટ, પામ પ્રિન્ટ, ૫ ડોટ પ્રિન્ટ, સ્ટાર પ્રિન્ટ, લેઝર પ્રિન્ટ અને ઇન્ડિગો સામેલ છે.
સીઇઓ દીપક ચિરિપાલે જણાવ્યું કે “લોકડાઉન લાગુ થયું ત્યારથી અમે સરકારના પ્રયાસોને ટેકો આપવાના રસ્તા વિચારી રહ્યા છીએ. સમય ઘણો બદલાયો છે અને આપણે આપણા સમુદાયને સુરક્ષિત રાખવા કામ કરવું જોઈએ. અમે હાઇજિન અને સુરક્ષાના તમામ પગલાં ધ્યાનમાં રાખીને માસ્કનું ઉત્પાદન શરૂ કર્યું છે. અમારા માસ્કની વિશેષતાના કારણે અમારા યુઝર્સને પૂરતું રક્ષણ મળશે. આ પર્યાવરણને ફાયદો પહોંચાડતી પ્રોડક્ટ છે કારણ કે તેનો પુન:વપરાશ થઈ શકે છે અને તે કોટનમાંથી બનેલા છે. અમે હાલમાં માંગ પર નજર રાખીએ છીએ અને બજારની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન કરીશું.”
તેમણે જણાવ્યું કે, “લોકો છીંક ખાઇને અથવા ચહેરાને ર્સ્પશ કરીને અજાણતા બીજાને ચેપ લગાડતા હોય છે. માસ્કના ઉપયોગથી વાઇરસને ઘણા પ્રમાણમાં રોકી શકાય કારણ કે તે ચહેરા અને મોઢાને ઢાંકી દે છે અને અંદર કે બહાર જતી હવાને ફિલ્ટર કરે છે અને સુરક્ષા આપે છે. તે માત્ર આપણા માટે નહીં પરંતુ બીજા માટે પણ સાવધાની તરીકે ઉપયોગી છે.”