પવિત્ર રમજાનનો મહિનો

N.D

પવિત્ર રમજાન મહિનો શબાબ પર છે. બજારની અંદર ચહેલ-પહેલ શરૂ થઈ ગઈ છે. આ મહિનાની ખાસ નમાઝ તરાવીહ માટે મસ્જીદમાં તૈયાર કરી દેવાઈ છે. ઘડિયાળના કાંટા જેવા સવારે 3.45 વાગ્યે સમયને અડકે છે શહેરમાં અસ્સલામ અલૈકુમ... ગુંજી ઉઠે છે. ઉંઘમાં ડુબેલા રોજદારોને આ જ રીતે સલામ કરીને મસ્જીદના ખિદમતગાર સહરી માટે જગાડે છે.

માઈકમાંથી દરેક દસથી પંદર મિનિટના અંતરે એલાન કરવામાં આવે છે અસ્સલામ અલૈકુમ મોહતરમ ઉઠી જાવ... સહરીનો સમય થઈ ગયો છે. સહરી માટે 15 મિનિટ બચી છે. સમય પુર્ણ થતા જ ફજરની અજાન થાય છે અને રોજદારો ઘરેથી મસ્જીદની તરફ નીકળી પડે છે અને શરૂ થઈ જાય છે રમજાનના નવા દિવસની ઈબાદતનો કાર્યક્રમ.

રામજાનના પવિત્ર મહિનામાં સવારે સહરી શરૂ થનારી ઈબાદતનો કાર્યક્રમ મોડી રાત્રી સુધી તરાવીહની નમાઝ સુધી ચાલે છે. તાજેતરમાં એવું છે કે મુસ્લીમ બહુલ વિસ્તારમાં શું બાળકો, શું ઘરડાં અને શું મહિલાઓ બધા જ ઈબાદતમાં ડુબેલા રહે છે. મસ્જીદમાં પાંચ સમયની નમાઝ અદા કરનાર તાદાદમાં પાંચ ગણો ફાયદો થાય છે તે વાતની સાબિતી આપે છે.

મસ્જીદના તાળા સામાન્ય રીતે સવારે ફજરની નમાઝથી પહેલાં (સવારે 5 વાગ્યે) જ ખુલે છે પરંતુ આ દિવસોમાં ગમે તે રીતે 3.30 વાગ્યે જ તાળા ખુલી જાય છે. મસ્જીદની સાફ-સફાઈ, જા-નમાઝ અને સહરી માટે એલાન કરવામાં આવે છે.

ધીમે-ધીમે લોકો પણ આવવા લાગે છે અને મસ્જીદની અંદર મેળા જેવો રંગ જામી જાય છે.

રોજાનો અર્થ ભુખ્યા રહેવાનો નથી પરંતુ ખરાબ કાર્યોમાંથી બચીને સારા કાર્યો કરવા અને સારા રસ્તે ચાલવાનો છે. આ એક મહિનાની ટ્રેનિંગ છે જેથી કરીને બાકીની જીંદગી પણ સારા કાર્યો કરતાં પસાર થાય.

વેબદુનિયા પર વાંચો