રામ નવમી પર્વ 1 એપ્રિલ 2012 મનાવવામાં આવશે. આ દિવસે પુષ્ય નક્ષત્ર આખો દિવસ ચાલશે તથા રવિપુષ્ય નક્ષત્રનો વિશેષ યોગ બનશે. તેની સાથે જ આખા દિવસ દરમિયાન સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે.
આ સંબંધમાં ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના કહેવા પ્રમાણે શ્રીરામે સૂર્યવંશમાં જન્મ લીધો અને આ વર્ષે તેમનો જન્મ દિવસ સૂર્યના સ્વામિત્વવાળા રવિવારે જ આવવાથી આ દિવસનું મહત્વ પણ વધી જાય છે. તેમનો જન્મ સમય બપોરે ઠીક બાર વાગ્યાનો છે જે દિવસે મધ્યકાળ હોય છે તથા સૂર્ય પોતાના પૂરા તેજમાં હોય છે. દુર્ગા નવમીની પૂજા પણ આ દિવસે થશે તથા ચૈત્રી નવરાત્રિનું પણ સમાપન થશે.
અગસ્ત્યસંહિતા પ્રમાણે ચૈત્ર શુક્લ પક્ષના મધ્યાન્હથી શરૂ થનારી દશમી યુક્ત નવમી વ્રત માટે શુભ માનવામાં આવે છે. જો આ દિવસે પુનર્વસુ નક્ષત્રનો સંયોગ થઈ જાય તો તે વધુ પુષ્ય આપનારી બની જાય છે. નવમીનું વ્રત કરી દશમીના વ્રતનું પારણુ કરવાનું વિધાન શાસ્ત્રોમાં આપ્યું છે. 1 એપ્રિલના રોજ દશમી તિથિ મધ્યાહન કાલ પહેલા શરૂ થઈ જશે પછી જ આ વ્રત માટે ઉત્તમ માનવામાં આવી છે.
અદસ્ત્ય સંહિતા પ્રમાણે શ્રીરામનો જન્મ દશમી યુક્મ નવમીના પુર્નવસુ તથા પુષ્ય નક્ષત્રના સંયોગમાં ચૈત્ર શુક્લ પક્ષમાં થયો. આ સમયે સૂર્ય મેષ રાશિમાં હતો તથા પાંચ અન્ય ગ્રહોની તેની ઉપર શુભ દ્રષ્ટિ હતી.
રવિવારે સૂર્ય બુધની સાથે જ મીન રાશિમાં સ્થિત હશે જેનો સ્વામી ગુરુ છે. મંગળ, કેતુ મિત્ર રાશિમાં શુક્ર પોતાની રાશિમાં તથા શનિ ઉચ્ચ રાશિમાં હશે. બુધ નીચનો તથા રાહુ શત્રુ રાશિમાં છે. પાંચ ગ્રહ મંગળ, બુધ, શનિ,રાહુ, કેતુ વક્રી રહેશે.
પં. શર્માના કહેવા પ્રમાણે બધી રાશિવાળાએ શ્રીરામની પૂજા વિશેષ ફળદાયી રહેશે. રાશિ પ્રમાણે આ પ્રકારે પૂજો શ્રીરામને....