રામ નવમી- જાણો શ્રી રામ જન્મોત્સવની ખાસ વાતોં

રવિવાર, 18 એપ્રિલ 2021 (08:50 IST)
ચૈત્ર કૃષ્ણ પક્ષની નવમી તિથિના દિવસે સરયૂ નદીના કાંઠે વસેલી અયોધ્યાપૂરીમાં રાજા દશરથના ઘરમાં ભગવાન શ્રીરામનો જન્મ થયુ હતુ. લક્ષ્મણ, ભરત, શત્રુધ્ન તેમના ભાઈ હતા.  દરેક સાથે ચૈત્ર કૃષ્ણ પક્ષની નવમી તિથિના દિવસે રામ નવમીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ વર્ષે 21 એપ્રિલ 2021ને રામ નવમી ઉજવાશે. જે દિવસે અયોધ્યામાં માતા કૌશ્લ્યા માતાના ગર્ભથી ભગવાન રામનો જન્મ થયો હતો. તે દિવસે ચારે બાજુ હર્ષો ઉલ્લાસનો વાતાવરણ હતો. આવો જાણી રામ જન્મોત્સવની ખાસ વાતોં. 
 
ધાર્મિક પુરાણો મુજબ રાજા દશરથના પુત્રેષ્ટિઅ યજ્ઞ કરાવ્યો હતો. જે પછી તેન ચાર પુત્રોની પ્રાપ્તિ થઈ હતી. રામ તેમના સૌથી મોટા પુત્ર હતા. 
શ્રી રામજીંપ જન્મ ચૈત્ર શુક્લ પક્ષની નવમી તિથિને પુનર્વસુ નક્ષત્રમાં કર્ક લગ્નમાં,  બપોરના સમયે થયુ હતું. જ્યારે પાંચ ગ્રહ તેમના ઉચ્ચ સ્થાનમાં હતા અને તે સમ અભિજીત મૂહૂર્ત હતું. 
ભગવાન શ્રી રામના જન્મ સમયે શીતળ, મંદ અને સુગંધિત પવન ચાલી રહી હતી. દેવતા અને સંત ખુશીઓ ઉજવી રહ્યા હતા. બધા પવિત્ર નદીઓ અમૃતની ધારા વહી રહી હતી. 
ભગવાનના જન્મ પછી બ્રહ્માજીની સાથે બધા દેવતા વિમાન સજાવીને અયોધ્યા પહોંચ્યા હતા. આકાશ દેવતાઓના સમૂહથી ભરી ગયો હતો. 
સંપૂર્ણ નગરમાં ઉત્સવનો વાતાવરણ થઈ ગયુ હતું. રાજા દશરથ આનંદિત હતા. બધી રાણીઓ આનંદમાં મગ્ન હતી. રાજાએ બ્રાહ્મણોને સોનું, ગૌ, વસ્ત્ર અને મણીઓ દાન આપ્યું. 
શોભાના મૂળ ભગવાનના પ્રકટ થયા પછી ઘરે-ઘરે મંગળમય શુભેચ્છાઓ વાગવા લાગી. જ્યાં  ત્યાં નૃત્ય -ગીત થવા લાગ્યા. સંપૂર્ણ નગર વાસીઓએ ભગવાન રામનો જન્મોત્સવ ઉજવયો. 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર