રામનવમી અને મા દુર્ગાની પૂજા

સોમવાર, 23 માર્ચ 2015 (17:36 IST)
રામનવમી અને નવરાત્રિ - રામનવમીનો તહેવાર કેમ મનાવવામાં આવે છે એ તો બધા જાણે છે. આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. આ દિવસે રામ જન્મની ખુશીના રૂપે ઉજવાય છે. પણ નવરાત્રિ અને રામનવમીનો શુ સંબંધ છે, કદાચ આ વિશે લોકો નથી જાણતા.  આવો જાણીએ... 
 
અસુર સંહાર માટે બંનેનો જન્મ - ત્રેતાયુગમાં અસુર રાવણનો નાશ કરવા અને ઘર્મની પુનર્સ્થાપના કરવા માટે ભગવાન વિષ્ણુએ મૃત્યુ લોકમાં શ્રી રામના રૂપમાં રાજા દશરથના ઘરમાં શ્રીરામના રૂપમાં અવતાર લીધો હતો.  એ દિવસને રામનવમીના રૂપમાં ઉજવવામાં આવે છે. માં દુર્ગાનુ એક સ્વરૂપ કાત્યાયનીનો જન્મ પણ મહિસાસુરના સર્વનાશ માટે થયો હતો. 
 
સિદ્ધિદાત્રિની પૂજા અને રામનવમી - રામનવમીના દિવસે માં દુર્ગા નવરાત્રિનુ સમાપન થાય છે. રામનવમીના દિવસે દુર્ગા માતાના સિદ્ધિદાત્રિ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે અને બીજી બાજુ રામ જન્મની ખુશીઓ મનાવવામાં આવે છે. 
 
માં ની આરાધના અને ધર્મ યુદ્ધમાં જીત - કહેવાય છે કે ભગવાન શ્રી રામે દુર્ગા માં ની પૂજા કરી હતી જેના ફળસ્વરૂપ તેમને ધર્મ યુદ્ધમાં જીત મળી હતી. આવામાં નવરાત્રિ અને રામનવમી બંનેનું મહત્વ વધી જાય છે. 
 
ચૈત્ર માસની નવમી - કહેવાય છે કે રામનવમીના દિવસે તુલસીદાસજીએ રામચરિત માનસની રચનાની પણ શરૂઆત કરી હતી. 

વેબદુનિયા પર વાંચો