રક્ષાબંધન 2021- બેનને ન આપો રક્ષાબંધન પર આ ગિફ્ટસ, ગણાય છે અશુભ

મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (16:08 IST)
રક્ષાબંધનના અવસર પત બહેન જ્યારે ભાઈના કાંડા પર રાખડીનો પવિત્ર દોરો બાંધે છે તો ભાઈ પણ આદર અને સમ્માનની સાથે બેનને ભેંટ આપે છે. આ પરંપરા યુગોથી ચાલી આવી રહી છે. જેની શરૂઆત રાજા બલિ અને દેવી લક્ષ્મીએ કરી હતી. કથા છે કે દેવી લક્ષ્મી રાજા બલિને બેન બનીને શ્રાવણ પૂર્ણિમાના દિવસે રાખડી બાંધી તો ખુશ થઈને બલિએ દેવી લક્ષ્મીને ઉપહાર સ્વરૂપ ભગવાન પરત આપ્યા. 
તમે પણ બેનને રક્ષાબંધન પર કઈક ભેંટ આપવા ઈચ્છી રહ્યા છો તો અહીં કેટલીક વાતોનો ધ્યાન રાખવું જોઈએ જેથી ભેંટ બેન માટે શુભ અને લાભપ્રદ રહે ના કે અશુભ ફળદાયી. 
 
આવા ગિફ્ટસ હોય છે અશુભ 
જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુવિજ્ઞાન મુજબ, બેનને કોઈ પણ પરિસ્થિતિમાં અણીદાર કે કાપવની વસ્તુઓ જેમ કે મિક્સર, ચાકૂનો સેટ, અરીસો, ફોટા ફ્રેમ્સ વગેરે. તે સાથે રૂમાલ અને ટૉવેલ પણ બેનને ગિફ્ટ રૂપમાં નહી આપવી જોઈએ. તેને અશુભ ગણાય છે. 
 
આવી ગિફ્ટ થશે બેન માટે શુભ ફળદાયી અને લાભદાયી 
રક્ષાબંધન પર બેનને રક્ષાનો સંકલ્પની સાથે ભાઈને બેનના ભવિષ્યની સુરક્ષાને ધ્યામાં રાખીને ભેંટ પસંદ કરવી. આમ તો ત્રણ પ્રકારના ભેંટ બેન માટે સૌથી શુભ ગણાય છે એ છે વસ્ત્ર, ઘરેણાં, ચોપડીઓ, મિઠાઈઓ મીઠા વચન, સોના -ચાંદીના સિક્કા, જ્યોતિષશાસ્ત્રમાં બેનનો કારક બુધ ગ્રહ ગણાય છે. તેથી બુધથી સંબંધિત જેમ કે લીલા વસ્ત્ર, શિક્ષા સામગ્રી, રોકડ આપી શકો છો. 
 
મા લક્ષ્મી હોય છે પ્રસન્ન 
એક તરફ જ્યાં રૂમાલ અને ટૉવેલ બેનને આપવા માટે અશુભ હોય છે ત્યાં તેને પહેરવા માટે વસ્ત્ર આપવું શુભ ગણાય છે. તેનો કારણ આ છે કે સ્ત્રિઓમાં દેવી લક્ષ્મીનો વાસ ગણાય છે. પરિણીત કન્યાઓને ગૃહલક્ષ્મી પણ કહ્યું છે . તેથી શાસ્ત્રોનો મત છે કે ભાઈ જો બેનને વસ્ત્ર ભેંટ આપે તો તેને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર